Deesa : ડીસા માં ઈદે મિલાદ ની કોમી એકતા ના માહોલ માં ઉત્સાહભેર ઉજવણી કરાઈ


28 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જુલૂસ નીકળ્યું હતું.ઇસ્લામ ના મહાન અને અંતિમ પયગમ્બર હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ ના જનમ દિવસ ની ઉજવણી ઉત્સાહભેર માહોલ માં ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.ડીસા માં ઈદે મિલાદ ની કોમી એકતા ના માહોલ માં ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભવ્ય ઝુલુસ અખખર ચોક થી સૈયદ અખ્તર અલી બાવા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું જુલૂસ અખ્ખર ચોક થી મીરા મોહલ્લા જૂની પોલીસ લાઈન થઈ રિસલા ચોક ભગવતી થઈ લેખરાજ ચાર રસ્તા સદર બઝાર ડૉલીવસ થઈ મીરા મોહલ્લા થઈ બડા પુરા રાજપુર ચાર રસ્તા થઈ છોટા પૂરા થઈ અખે ચોક પરત ફર્યું હતું ઝુલુસ માં ઠેર ઠેર સૈયદ મોહમ્મદ અલી બાવા તથા સૈયદ હસન અલી બાવા નું ઠેર ઠેર મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે રીસલા ખાતે નીલેશ પરમાર દ્વારા હઝરત મોહમ્મદ અલી બાવાતથા હઝરત હસન અલી બાવા નું ફૂલહાર થી સ્વાગત કરી કોમી એકતા માં દર્શન કરાવ્યા હતા આ પ્રસંગે ઝુલુસ માં ઊંટ સવાર , ઊંટ ગાડી, ઘોડે સવાર, તથા રિક્ષા તથા ઝીપ ગાડી બાઈક તથા એક્ટિવા સહિત મોટી સંખ્યા માં મુસ્લિમ બિરાદરો જોડાઈ ને મોહમદ પયગમ્બર સાહેબ ની જનમ દિવસ ની ઉજવણી કરાઇ હતી આ પ્રસંગે ત્રણ બતી, મીરા મોહલ્લા, ડો લીવાસ, બડા પૂરા, છોટા પૂરા અખ ર ચોક પર યુવાનો દ્વારાં બિસ્કીટ ચોકલેટ સરબત પાણી અને છાશપીવડાવતા યુવાનો નઝરે પડ્યાં હતાં આ પ્રસંગે દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા નાત શરીફ પઢતા યુવાનો નઝરે પડ્યાં હતાં આ પ્રસંગે મક્કા મદીના ના શરીર ના રોઝા મુબારક તથા મુસ્લિમ બિરાદરો સરકાર કી આમદ મરહબા પઢતા નઝરે પડતાં હતાં જ્યારે મુસ્લિમ યુવાનોએ ઠેર ઠેર કેક કાપી સરકાર ના જન્મદિવસ ની ઉજવણી કરી હતી જ્યારે આ પ્રસંગે ને સફળ બનાવવા ઈદ મિલાદ કમિટી તથા શહેર પોલીસે ભારે ઝેહ મત ઉઠાવી પ્રસંગ ને સફળ બનાવ્યો હતો.વિનોદ બાંડીવાલા એ જણાવ્યું હતું.









