ડાંગ: હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડનાર ઈસમો સામે કડક કાર્યવાહી કરવા વઘઈ મામલતદારને આવેદનપત્ર અપાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવાનાં બી.એસ.પી. કાર્યકર તથા અન્ય એક ઇસમે હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચે તેવુ લખાણ લખી ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.જે મામલે વઘઈના સ્થાનિકોએ મામલતદારને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરી હતી. અને બંને ઈસમો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.ગત દિવસોમાં આહવા ખાતે એક વોટસએપ ગ્રુપમાં (૧) મહેશ ગિરધર આહીરે (રહે. પટેલપાડા ગામ.આહવા તા.આહવા જી.ડાંગ),(૨)જીતેશ (રહે.મોટીઝાડ દર તા.સુબીર જી.ડાંગ) એ હિન્દુ ધર્મના લોકોને ઠેસ પહોંચે એવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ડો. બાબાસાહેબ આંબેડકર ના ફોટા સાથે હિન્દુ ધર્મ વિરોધી અપમાનજનક લખાણ લખી હિન્દુ દેવી-દેવતાઓ તથા દુર્ગા માતાના નવરાત્રીના તહેવાર બાબતે હિન્દુ ધર્મની લાગણી દુભાવવાના ઇરાદાથી અભદ્ર શબ્દોનું ઉચ્ચારણ કરીને લખાણ લખવામાં આવ્યું હતુ.જેના કારણે હિન્દુ ધર્મના લોકોને આસ્થાના ઠેસ પહોંચી હતી.અને હિન્દુ ધર્મના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જે બાદ ડાંગ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ માં ગૌરક્ષક તરીકે ફરજ બજાવતા કેવલ ચૌધરીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.અને તેમના મોબાઈલ ફોન કબ્જે કરી એફ.એસ.એલ.માં મોકલ્યા હતા.આ સમગ્ર મામલાને લઈને હિન્દુ ધર્મના લોકોની લાગણીઓને ઠેસ પહોંચી હતી. ત્યારે આવા અસામાજિક તત્વો ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે વઘઈનાં સ્થાનિકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી..





