AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગનાં વાંસદા નેશનલ પાર્ક રેંજ પાસે સાગી લાકડા ભરેલ પીકઅપ ઝડપાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ વાંસદા નેશનલ પાર્ક રેંજ વિભાગનાં વનકર્મીઓની ટીમે ગતરોજ વઘઇ-વાંસદા રાજયધોરીમાર્ગમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ. તે દરમ્યાન વાંસદા નેશનલ પાર્ક રેંજનાં આર.એફ.ઓ જી.એસ.ભોયેને પિકઅપ ગાડીમાં ગેરકાયદેસર સાગી ચોરસા ભરી લઈ જવાઇ રહ્યાની બાતમી મળી હતી.જે બાતમીનાં આધારે વાંસદા નેશનલ પાર્ક રેંજ વિભાગનાં આર.એફ.ઓ જી.એસ.ભોયે સહિત સ્ટાફ દ્વારા વઘઇ કિલાદ નાકાથી વઘઇથી વાંસદા રોડ ઉપર ટીમ બનાવીને વોચ ગોઠવી હતી.તે દરમ્યાન મળસ્કે 4.30 વાગ્યાનાં અરસામાં પિકઅપ ગાડી પુરઝડપે પસાર થઈ હતી.અહી વનકર્મીઓની ટીમે પિકઅપ ગાડીને ઉભી રાખવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ પિકઅપ ગાડી ચાલકે ઉભી રાખી ન હતી.ત્યારે વનકર્મીઓની ટીમે બીજી ટીમને જાણ કરતા બીજી ટીમે ગાડી પર પ્રકાશ તથા રોડ પર પથ્થર મૂકી ઉભી રાખેલ હતી.ત્યારે આ પિકઅપ ગાડી પાસે વનકર્મીઓની ટીમ દોડી જતા અહીથી ડ્રાઈવર અંધારાનો લાભ લઈ નાસી છૂટયો હતો.અહી વાંસદા નેશનલ રેંજ વિભાગની ટીમે પિકઅપ ગાડીની અંદર ચેક કરતા ગાડીમાં પાસ પરમિશન વગરનાં સાગી લાકડા નંગ-17,જેનું ઘનમીટર 3,164 મળી આવેલ હતો.હાલમાં વાંસદા નેશનલ પાર્કનાં આર. એફ.ઓ જી.એસ.ભોયેની ટીમે સાગી લાકડાની કુલ કિંમત-1,16,110 તથા પિકઅપ ગાડીની કિંમત 2,50,000 એમ મળી કુલ 4,16,110 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..

[wptube id="1252022"]
Back to top button