AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં BSNL અધિકારીની બેદરકારીના કારણે ઠેર ઠેર આવેલ BSNLનાં ટાવર બંધ હાલતમાં..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં સુબીરના બરડીપાડા તથા વઘઈ તાલુકાના કોસીમદા અને કુશમાળ માં BSNL ટાવર શોભાના ગાઠિયા સમાન થઈ પડ્યા છે.ત્યાં BSNL ના ટાવર તો છે,પરંતુ બંધ હાલતમાં છે.ત્યારે આ BSNL અધિકારીઓ સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે.ડાંગ જિલ્લાના સુબીરના બરડીપાડા તથા વઘઈ તાલુકાના કોસીમદા અને કુશમાળમાં BSNL ટાવર તો છે.પરંતુ ટાવર છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે.જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.હાલના સમયમાં મોબાઈલમાં નેટવર્ક હોય તેનાથી થી જ લોકો એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે.પરંતુ અહીં ટાવર બંધ હાલતમાં હોવાથી સ્થાનિકો એક પ્રકારે સંપર્ક વિહોણા થઇ ગયા હોય તેવું જણાઈ રહ્યું છે.ડાંગ જિલ્લામાં BSNL  ટાવર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે.ત્યારે  આ અઘિકારીઓ ની બેદરકારી નહીં તો શું છે ? તેમજ BSNL ના ટાવર બંધ હોય તે અંગેની ફરિયાદ કરવા માટે અધિકારી નો ટેલીફોનિક સંપર્ક કરવા પ્રયત્ન કરવામાં આવે તો અધિકારીઓ દ્વારા કોલ રીસિવ કરવા માટેની પણ તસ્દી નથી લેવામાં આવતી.BSNL નું સીમ ધરાવતા લોકો રીચાર્જ કરાવે છે પરંતુ તેમનું રીચાર્જ પાણીમાં જતું જોવા મળી રહ્યું છે, કારણ કે ટાવર બંધ હોવાથી મોબાઈલમાં  નેટવર્ક આવતું નથી અને મોબાઈલ બિનઉપયોગી થઈ પડે છે.સરકાર દ્વારા ડિજીટલ ઇન્ડિયા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ,પરંતુ અહીં તો ટાવર બંધ હોવાથી લોકો ને નેટવર્ક જ નથી મળતું.જેના કારણે લોકો ઇન્ટરનેટ ની સુવિધાનો તો લાભ જ નથી લઈ શકતા.ત્યારે સમગ્ર મામલાને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે.પરંતુ  અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે નહિ તે તો જોવું જ રહ્યુ..

[wptube id="1252022"]
Back to top button