
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાની સરકારી શાળાઓમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ પર કાયમી ભરતી કરવામાં આવે અને બધા જ માધ્યમોમાં (હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, ઉર્દૂ, મરાઠી)નાં “વિદ્યાસહાયક તથા શિક્ષણ સહાયક” ની કાયમી ભરતી કરવા તથા “કમ્પ્યુટર, સંગીત, વ્યાયામ તથા ચિત્રના શિક્ષકોની” વર્ષો થી ભરતી નથી થયેલ સાથે “વયમર્યાદા ના ઉંબરે ઉભેલા ઉમેદવાર” માટે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે ટેટ/ટાટ પાસ ઉમેદવાર એ કલેકટરને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતુ.તાજેતરમાં ગુજરાતી માધ્યમમાં ૨૭૫૦ વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવી,જેની પ્રક્રિયા આવનાર સમયમાં શરૂ થઇ જશે.પરંતુ શિક્ષણ સહાયકની હજુ સુધી ભરતી કરવામાં આવેલ નથી.પરંતુ હાલમાં ગુજરાતનું દરેક બાળક ગુણવત્તાયુક્ત વિશ્વસ્તરીય શિક્ષણ મેળવે તે હેતુસર અને વિદ્યાર્થીઓના ભવિષ્યના પૂર્ણ ઘડતર માટે દરેક માધ્યમની(ગુજરાતી, હિન્દી,અંગ્રેજી,મરાઠી ઉર્દુ) સરકારી શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતી કરવી અત્યંત આવશ્યક છે.સરકાર દ્વારા જાહેર કરેવામાં આવેલ આંકડા પ્રમાણે દરેક માધ્યમની દરેક શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ છે.ત્યારે સરકાર શાળાઓમાં શિક્ષકોની ઘટ પ્રમાણે અને શાળાઓમાં મેહકમનાં આધારે વધારે થી વધારે પ્રમાણમાં TET 1/2 પાસ ઉમેદવારોની વિદ્યાસહાયક તરીકે અને TAT S અને HS પાસ ઉમેદવારોને શિક્ષણ સહાયકની કાયમી ભરતી કરે તે જરૂરી બન્યું છે.તેમજ કમ્પ્યુટરના શિક્ષકોની પણ ભરતી કરવામાં આવેલ નથી,વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ પણ વર્ષો થી ખાલી છે. ઉમેદવારો ની ઉંમર પણ હવે પૂર્ણ થવાના ઉંબરે ઊભી છે.
સંગીત અને ચિત્ર શિક્ષકો ની પણ વર્ષો થી ખાલી પડેલી જગ્યા પર ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવાર કાગડોળે રાહ જોઈ રહ્યા છે.ત્યારે સરકાર દ્વારા શાળાઓ માં ખાલી પડેલી તમામ જગ્યાઓ પર કાયમી ભરતી કરવામાં આવે અને બધાજ માધ્યમોમાં (હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, ઉર્દૂ, મરાઠી) ની “વિદ્યાસહાયક તથા શિક્ષણ સહાયક” ની કાયમી ભરતી કરવા તથા “કમ્પ્યુટર, સંગીત, વ્યાયામ તથા ચિત્રના શિક્ષકોની” ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે ઉમેદવારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.અને હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી..





