DANGGUJARATWAGHAI

ડાંગ જિલ્લાનાં વઘઇની એગ્રિકલ્ચર કોલેજમાં પાંચમા દિવસે ગણેશ વિસર્જન..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ
ડાંગ જિલ્લાનાં નાની વઘઈ કિલાદ ખાતે આવેલ એગ્રિકલ્ચર કોલેજનસ વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.ત્યારે પાંચ દિવસ સુધી ગણેશજીની ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી. દરરોજ ઢોલ નગારા સાથે બાપ્પાની આરતીઓ કરવામાં આવતી હતી.જે બાદ પાંચમા દિવસે એગ્રિકલ્ચર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિસર્જન માટે સ્થાપના જેવી જ ખાસ તૈયારીઓ કરવામાં આવી  હતી અને ધામધૂમથી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.ત્યારે કોલેજ પરિસરમાં ગણપતિ બાપ્પા મોરયાનો નાદ ગુંજી ઉઠ્યો હતો..

[wptube id="1252022"]
Back to top button