
ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના ધુલદા ગામે આજે સવારે એટલે કે તા.૨૨મી ઓક્ટોબરે અકસ્માતે આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો.
જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રને પ્રાપ્ત થયેલા, બરડીપાડાના તલાટી કમ મંત્રીશ્રીના પ્રાથમિક અહેવાલ અનુસાર તા.૨૨/૧૦/૨૦૨૩ ના રોજ સવારે અંદાજીત ૧૦:૪૫ વાગ્યાના અરસામાં, ધુલદા ગામે પટેલ ફળિયામાં શ્રી સંદીપભાઈ ભાયજુભાઈ પવારના ઘરે આ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. પરંતુ અસરગ્રસ્ત પરિવારના ઘરના સામાન, ઘરવખરીને નુકશાન થવા પામ્યું છે.
ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે શક્ય તેટલી વહેલી મદદ પહોંચાડવા માટે તંત્રને એલર્ટ કર્યું છે.
[wptube id="1252022"]





