GUJARAT

ડાંગ:વાંસદા નેશનલ પાર્કનાં વન્યજીવોને ખોરાક ખવડાવતા ચેતજો,બે ઈસમો સામે ગુન્હો નોંધાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ દક્ષિણ વન વિભાગનાં વાંસદા નેશનલ પાર્કનાં પિપલ્યામાળ વિસ્તારમાં 2 ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે વન્યજીવોને ખોરાક ખવડાવતા આ બંને સામે કાયદેસરની કાર્યવાહી..
પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ ડાંગ વન વિભાગનાં વાંસદા નેશનલ પાર્કમાં વસવાટ કરતા પ્રાણીઓ ઘણી વખત માર્ગ પર નીકળી આવતા હોય જેથી અમુક ઈસમો દ્વારા આ પ્રાણીઓને ગેરકાયદેસર ખોરાક નાખી તેઓનાં જીવ માટે જોખમરૂપ બનતા હોવાની ફરીયાદ ઉઠી હતી.જે ફરીયાદનાં આધારે ડાંગ દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ જી.એસ.ભોયેની ટીમે માર્ગ પર સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ.તે દરમ્યાન વાંસદાથી વઘઇ જતા મેઇન રોડ ઉપર  વાંસદા નેશનલ પાર્કનાં કમ્પા.નં.10નાં પિપલ્યામાળમાં બે ઈસમો ગેરકાયદેસર ખોરાક ખવડાવી રહ્યાનું ધ્યાને આવ્યુ હતુ.વાંસદા નેશનલ પાર્કનાં પિપલ્યામાળ વિસ્તારનાં કમ્પા. નં.10 માંથી (1) સંજય બી.રાદડીયા (રહે.સુરત ), તથા (2) અજય ચુડાસમા- (રહે.સુરત )નાઓને ગેરકાયદેસર રીતે વન્ય પ્રાણીઓને ખોરાક ખવડાવતા રંગે હાથ ઝડપી લીધા હતા.હાલમાં દક્ષિણ ડાંગ વન વિભાગનાં વાંસદા નેશનલ પાર્કનાં આર.એફ.ઓ જી.એસ.ભોયેએ આ બન્ને ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી..

[wptube id="1252022"]
Back to top button