GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

Junagadh : જૂનાગઢ માધવ ક્રેડીટ સોસાયટીએ કરી ગાંધી જયંતિની નવતર પ્રકારની ઉજવણી

જૂનાગઢ માધવ ક્રેડીટ સોસાયટીએ કરી ગાંધી જયંતિની નવતર પ્રકારની ઉજવણી
જૂનાગઢ : માધવ ક્રેડીટ કો.ઓ.સોસા.લી.જુનાગઢ ધ્વારાં ગાંધી જયંતિના દિવસે “સ્વછતા હી સેવા” અભિયાન કાર્યક્રમનું એક નવતર જ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની વિશિષ્ઠતા એ હતી કે સામાન્ય રીતે આવાં કાર્યક્રમોમા આયોજકો થોડોક સમય સફાઈ કરે છે, છતાં તેઓના ફોટા દેખાય છે. પણ આવું કરવાને બદલે ખરાં અર્થમાં જે સફાઈના ‘શ્રમયોગી’ છે, તેવા આ વિસ્તારના પાંચ સફાઈ કામદાર ભાઈબહેનોને આમંત્રિત કર્યા, અને પ્રથમ સંસ્થાના મહિલા ડીરેકટરોએ ચાંદલા કરી, પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન કર્યુ પછી આ કામદાર ભાઈ બહેનોએ દિપ પ્રાગ્ટય કરી સમારંભની શરૂઆત કરાવી, તેઓએ હસ્તે જ ભારતમાતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું. ત્યારબાદ સંસ્થાના ચેરમેન પી.બી. ઉનડકટ દ્વારા સફાઈ કામદારોના સાવરણાનું પૂજન કર્યુ પછી કામદારોને મીઠાઈ પકેટ અને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કર્યા.
આ દરમ્યાન આ સફાઈ કામદારોના ચહેરા પ્રસન્નચિતથી પુલકિત થઈ રહયા હતા, આવી પ્રક્રિયાઓથી તેઓ મંત્રમુગ્ધ થતા હતા, બે માસ પછી નિવૃત થનારા એક બહેને તેનો સંતોષ અને આનંદ વ્યકત કરતાં કહયું કે ‘અમારી આખી જીંદગી પુરી થઈ ગઈ પણ અમને કોઈએ જાણ્યા હોય તેવું તો આજે પહેલી વાર બન્યું આ પ્રસંગે માધવ ક્રેડીટ કો.ઓ.સોસા અને જય ગિરનાર ગ્રાહક સહકારી ભંડારના કમિટી મેમ્બર્સ તથા કર્મચારીગણ ઉપસ્થિત રહેલ તેમ ચેરમેન પી.બી. ઉનડકટની અખબારી યાદીમાં જણાવે છે.

[wptube id="1252022"]
Back to top button