નાના મોટા સૌ ધંધાર્થીઓમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને ઉત્સાહ:
મને અને મારા જેવા સૌ કોઈ ધંધાર્થીઓને આજે અનેરો આનંદ છે : પુનિતભાઈ ટાંક
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કૃષિ યુનિવર્સિટીના મુખ્ય ગેઈટ સામે દાળ પકવાનનો વ્યવસાય કરતાં પુનિતભાઈ ટાંકના મનમાં આ રોડ પર ચહલ-પહલ વધતી હોવાથી કેટલીક જિજ્ઞાસાઓ જાગી હતી.
તેઓ જણાવે છે કે, આ ચહલ – પહલ વિશે જાણ્યું કે, જૂનાગઢમાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે,જે નિમિત્તે વિશેષ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાના છે, ઉપરાંત ૨૬મી જાન્યુઆરીએ ધ્વજવંદનની સાથે પરેડ ઉપરાંત અન્ય નિહાળવા લાયક કાર્યક્રમો યોજવાના છે.
ત્યારે જૂનાગઢ જિલ્લાના પ્રજાજનોને માણવા જેવો એક આ અવસર બની રહેશે. તેમણે આ રાષ્ટ્રીય પર્વની જૂનાગઢમાં ઉજવણી થવાનો આનંદ વ્યક્ત કરતા કહ્યું કે, પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાતા વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવાનો છું. ત્યારે જૂનાગઢવાસીઓ પણ આ અવસર ચૂકે નહીં. તેમ જણાવતા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જોડાવા માટે અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ૨૫મી જાન્યુઆરીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલ ખાતે ૬.૩૦ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ઉપરાંત ૨૬મી જાન્યુઆરીએ પી.ટી.સી ગ્રાઉન્ડ બિલખા રોડ ખાતે સવારે ૮ કલાકે ધ્વજ વંદન, પરેડ, અશ્વ શો, ડોગ શો બાઇક સ્ટંટ શો સહિતના દર્શનીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
[wptube id="1252022"]





