
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે. કે. નિરાલા નવસારી ખાતે આવી સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતાં. પ્રભારી સચિવશ્રીએ જલાલપોર તાલુકાના આરક સિસોદ્રા ખાતે ઘનકચરામાંથી સેન્દ્રિય ખાતર બનાવવાની પ્રક્રિયા નિહાળી હતી. ભૂતસાડ ખાતે અમૃત તળાવ અને દાંડી ખાતે પાણી પુરવઠાની સંબંધિત સુવિધાઓની મુલાકાત લીધી હતી. તેમજ નવસારી તાલુકાના કુંભાર ફળિયા ખાતે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની મુલાકાત કરી સરકારશ્રીની યોજનાનો લાભ લેવા જણાવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા અને અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.
[wptube id="1252022"]





