
વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ. – ભુજ
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી,પ્રતિક જોષી.- ભુજ
ભુજ, તા – 04 એપ્રિલ : લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત કચ્છ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં જિલ્લાના વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં સ્વીપ નોડલ અધિકારી દ્વારા ચિત્ર સ્પર્ધા, રેલી, સિગ્નેચર કેમ્પઇન, ચુનાવ પાઠશાલા જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જિલ્લામાં રોજબરોજ સ્વીપ દ્વારા યોજાતી અને આગામી સમયમાં થનાર વિવિધ પ્રવૃત્તિઓ વિશેની વાત કરીએ તો મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લામાં રેલી, ચિત્ર સ્પર્ધા,મતદાન જાગૃતિ શપથ, ચુનાવ પાઠશાલાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં શાળાના તમામ બાળકો એસ.એમ.સી., એસ.એમ.ડી.સી.ના સભ્યો સ્ટાફ તથા નાગરિકોના સહયોગથી રેલી દ્વારા મતદાન જાગૃતિ અભિયાનને સફળ બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.જિલ્લાની વિવિધ શાળાઓમાં જુદી જુદી ચિત્ર સ્પર્ધાઓ જેવી કે યુવા મતદારોની ભાગીદારી વધે, દિવ્યાંગ અને વૃદ્ધ નાગરિકોને સહાય કરતા યુવાનો તથા પોલીસ કર્મચારીઓ દ્વારા બુથ લેવલ સુધી વધુમાં વધુ મતદારો કેવી રીતે પહોંચી શકે તે વિશે અનુરૂપ ચિત્ર સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ તથા સ્ટાફના સહયોગથી વધુમાં વધુ મતદાન કરવા માટે જાગૃતિ અભિયાન કાર્યક્રમ માટે રાત્રી સભાઓ યોજવામાં આવે છે. શાળા કક્ષાએ રેલી, સિગ્નેચર કેમ્પેઈન , ચુનાવ પાઠશાલાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મતદાન પ્રક્રિયાની તમામ કામગીરીની જાણકારી મળી રહે તે માટે શાળાકક્ષાએ તથા કોલેજકક્ષાએ તમામ વિદ્યાર્થીઓ, યુવાનો અને ગ્રામજનો સારી રીતે ડેમો જોઈ શકે માટે ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ગાંધીધામ, આદિપુર, માંડવી તથા નખત્રાણા તાલુકાની વિવિધ શાળામાં મતદાન જાગૃતિ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઇને મતદાન કરવા નાગરિકોને જાગૃત કર્યા હતા .










