જિલ્લા એલસિબી પોલીસે હાલોલના ઉદ્યોગ નગરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ નાં જથ્થા સાથે બેને ઝડપી પાડયા.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૧.૧.૨૦૨૪
પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા એલસીબી પોલીસ ને પાક્કી બાતમી મળી હતી કે હાલોલના ઉદ્યોગ નગરમા રેહતા મયંક ઉર્ફે મયલો બુધેસિંહ અરવિંદ નાયક તેમજ કનૈયા લાલ ઉર્ફે ગનીયો કાગડાભાઈ રાઠવા રહે. હેરિટેજ હોટલ ની સામે આ બંને ભેગા મળી મયંક ઉર્ફે મયલો બુધેસિંહ અરવિંદ નાયક નાં ઘરે ભારતીય બનાવટ નાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેનો વેપલો કરતો હોવાની બાતમીના આધારે બાતમી વાળી જગ્યા પર છાપો મારતા જૂદી જૂદી બ્રાન્ડ નો વિદેશી દારૂ થતા બિયર ટીન મળી કુલ રૂ.33,513/-નાં મુદ્દામાલ મળી આવતા પોલીસે દારૂના જથ્થા સાથે મયંક ઉર્ફે મયલો બુધેસિંહ અરવિંદ નાયક રહે. ઉદ્યોગ નગર હોટલ સારા પોલીસની પાછળ, તેમજ કનૈયા લાલ ઉર્ફે ગનીયો કાગડાભાઈ રાઠવા રહે જાંબુડી હેરિટેજ હોટલ ની સામે હાલોલના ને ઝડપી પાડી તેઓની સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.










