GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: અમરાપુર ગામે સ્વીપ અંતર્ગત ‘ચુનાવ પાઠશાળા’ કાર્યક્રમ યોજાયો

તા.૯/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકસભા ચુંટણી ૨૦૨૪ના અનુસંધાને સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ નાગરિકો જાગ્રત થઈને અચૂક મતદાન કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ૧૦ રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ અમરાપુર ગામે ‘ચુનાવ પાઠશાળા’ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં મતદાનની આવશ્યકતા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી હતી. લોકશાહીમાં ભાગ લઈને તેને મજબુત બનાવવા માટે ૧૮ વર્ષની વયે મતદાર યાદીમાં નામ નોંધાવવા તેમજ દરેક વખતે અચૂક મતદાન કરવા વિદ્યાર્થીઓને જાગ્રત કરવામાં આવ્યા હતા તેમજ મતદાતા શપથ લેવડાવવામાં આવી હતી. વધુમાં વિદ્યાર્થીઓ ૭ મે ના રોજ મતદાન કરવા માટે પોતાના પરિવારજનોને પ્રેરિત કરે તેવી અપીલ કરવામાં આવી હતી.

[wptube id="1252022"]








