જંબુસર
જંબુસર તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે નીતિનભાઈ પટેલ (ભોલાભાઈ)એ પદભાર સંભાળ્યો.ભૂદેવદ્વારા શાસ્ત્રોકત વિધિ પ્રમુખ પાસે કરાવી વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીફળ વધેરી પ્રમુખ પદ ની ખુરસી પર સ્થાન ગ્રહણ કર્યું.
આજરોજ જંબુસર તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રમુખની ચેમ્બરમાં પુરોગામી પ્રમુખ અંજુબેન સિંધા ના કરકમલો દ્વારા તિલક અને મીઠાઈ તેમજ પુષ્પહાર ગ્રહણ કરી આવનાર અઢીવર્ષ માટેનો કાર્યભાર નવા પ્રમુખ અણખી ગામના નીતિનભાઈ મહેન્દ્ર પટેલ (ભોલા ભાઈએ )ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ જંબુસર તાલુકા પંચાયત સદસ્યોંની ઉપસ્થિતિમાં અનેરા ઉત્સાહ અને આનંદ વચ્ચે પદભાર ગ્રહણ કર્યો હતો.નવા નિમાયેલા પ્રમુખે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ, ધારાસભ્ય દેવકિશોર સ્વામિ, ભરૂચ જિલ્લા અને તાલુકા સંગઠનો નો આભાર માની તાલુકામાં વિકાસની અવિરત કેડી કંડારી તાલુકાની જનતાના પ્રશ્નો હલકરવાની નેમ વ્યક્ત કરી હતી.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 






