જંબુસર તાલુકાનું કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસની અમાસ નિમિત્તે મહાદેવજીના દર્શનાર્થે શિવભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો

જંબુસર તાલુકાનું કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસની અમાસ નિમિત્તે મહાદેવજીના દર્શનાર્થે શિવભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યું 
પવિત્ર શ્રાવણ માસ ની અંદર શિવજીની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે પુરા માસ દરમિયાન શિવ ભક્તો દ્વારા ઉપવાસ કરી શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા હોમ હવન વિશેષ પૂજા અર્ચના તેમજ દાન દક્ષિણા કરતા હોય છે
જંબુસર તાલુકાના કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિર નું અનેરૂ મહત્વ છે મહીસાગર નદીનું દરિયા કિનારે સંગમ થાય છે ત્યાં વેદકાળનું પ્રાચીન શિવલિંગ આવેલું છે પવિત્ર ગ્રંથસ્કન્ધ પુરાણ પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કળિયુગમાં તેનો વિશેષ મહિમા છે દક્ષિણ ગુજરાતનું સોમનાથ પણ તેને કહેવામાં આવે છે
અહીં પ્રસ્થાપિત શિવલિંગ દરિયાની ભરતી ના સમયે દરિયાદેવ તેમને અભિષેક કરે છે અને દરિયાના પાણીમાં તે અદ્રશ્ય રહે છે સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંત વિદ્યાનંદજી મહારાજના અથાગ પ્રયત્નોથી દક્ષિણ ગુજરાતના પ્રવાસન સ્થળ તરીકે વિકસિત પામ્યું છે
શ્રાવણ માસ દરમિયાન ગુજરાત તેમજ સમગ્ર દેશમાંથી શિવ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી પહોંચે છે મહાદેવજી ની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવ કરે છે મંદિરની યજ્ઞ શાળામાં વડોદરા સુરત અમદાવાદ ના યજમાનો દ્વારા વૈદિક ઉચ્ચારણ કરી વિદ્વાન પંડિતો દ્વારા હોમ હવન કરવામાં આવે છે
દર્શને આવતા ભક્તોને ભોજન ની વ્યવસ્થા પણ કરવામાં આવે છે સ્થાનિક લોકો દ્વારા નિસ્વાર્થ સેવા કરી લોકોને ભોજન તેમજ કોઈપણ જાતની અગવ ન પડે તે માટે વ્યવસ્થા માં જોતરાય છે શ્રાવણ મહિના ના છેલ્લા દિવસે હજારોની સંખ્યામાં શિવ ભક્તો આવતા હોય ટ્રાફિકની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





