જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી મીટીંગ માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી ની અધ્યક્ષતામાં અને તાલુકા પ્રમુખ પ્રભુદાસ મકવાણા ની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
સરદાર મિટિંગમાં સભ્ય નોંધણી કરવા અંગે જણાવ્યું, સભ્ય નોંધણી ફોર્મ ભરવા અંગે સવિસ્તાર માહિતી આપી હતી. તથા આગામી દિવસોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો ભરૂચ ખાતે કાર્યક્રમ હોય એ અંગે રૂપરેખા ગોઠવી હતી. તથા ભરૂચ જિલ્લામાં થયેલ હોનારતમાં સરકાર નિષ્ફળ ગઈ હોય જે અંગે આવેદનપત્ર આપવા ચર્ચા કરવામાં આવી હતી. આ સહિત જિલ્લા પંચાયત સીટ દીઠ સભ્ય નોંધણી બુક વિતરણ કરાયું હતું. સદર મિટિંગમાં જિલ્લા સંગઠન મંત્રી મુસ્તાકભાઈ કારભારી, મહિલા પ્રમુખ હંસાબેન પઢીયાર, તાલુકા મહામંત્રી શરદ સિંહ રાણા, ખેડૂત અગ્રણી રૂપસિંહ રાજ, સાહેબ આગેવાનો હાજર રહ્યા હતા..
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 
[wptube id="1252022"]





