

સાબરકાંઠા…
ખેડબ્રહ્મા ખાતે ચોરોએ નિકુંજ જ્વેલર્સ નામની સોનીની દુકાને બનાવી નિશાન. શટલ તોડી કરી ચોરી, રોકડ રકમ સહિત રૂ. ૯૪,૫૦૦ ની કરી ચોરી.
ખેડબ્રહ્મા ખાતે જાણે કે ચોરોને મોકળું મેદાન મળ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે અને ચોરો દિન પ્રતિદિન ચોરીને અંજામ આપી રહ્યા છે. તેવા સમયે ગત રાત્રીના સમયે એક વાગ્યાથી ત્રણ વાગ્યાની આસપાસ શેઠ કે.ટી. હાઈસ્કુલ સામે આવેલ નિકુંજ જ્વેલર્સ નામની સોના – ચાંદીની લે – વેચ કરતી સોનીની દુકાનને રાત્રીના સમયે ચોરોએ નિશાન બનાવી હતી. જેમાં ચોરોએ દોઢ કિલો ચાંદી તથા દુકાનમાં રાખેલ રોકડ રકમ ૪૫૦૦ મળી કુલ ૯૪,૫૦૦/ ના મુદ્દામાલ સાથેની ચોરી કરેલ હોવાનું સામે આવ્યું છે. આ બાબતે દુકાન માલિક દ્વારા પોલીસ સ્ટેશને જાણ કરતા અને આ બાબતે ફરીયાદ આપતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પી.એસ.આઇ. ચૌહાણ દ્વારા દુકાનની આજુબાજુ આવેલ સી.સી. ટીવી.ના ફૂટેજની તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
જયંતિ પરમાર સાબરકાંઠા



