ગોધરા-મુંબઈના જાણીતા ન્યુરો સાયકોથેરાપિસ્ટ ડો.મેહુલ કુમાર દવેએ શ્રી ગોવિંદગુરુ યુનિર્વસીટીમાંથી પીએચડીની પદવી મેળવી

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧.૨.૨૦૨૪
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના વિંઝોલ ખાતે આવેલી શ્રી ગોવિંદગુરુ યુનિર્વસીટીનો પાંચમો વાર્ષિક દિક્ષાત સમારોહ યોજાયો હતો.જેમા મુખ્ય અતિથી તરીકે હાજર રહેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનાં હસ્તે વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને ડીગ્રી અને ગોલ્ડ મેડલ આપવામા આવ્યા હતા. આ દિક્ષાંત સમારોહમાં કુલ 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ,41 વિદ્યાર્થીઓને પીએચડીની ડીગ્રી મેળવી હતી,કુલ 16,161 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામા આવી હતી.મુંબઈના ન્યુરો સાયકોથેરાપીસ્ટ મેહુલ કુમાર દવે એ પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી.10 વર્ષથી પ્રેકટીસ કરતા આ તબીબે પોતાના વિષયને વ્યવસાય સુધી ન રાખીને સમાજમાં જાગૃતિ આવે તે દિશામાં પ્રયત્ન કરવાની એનોખી પહેલને સૌકૌઈએ બિરદાવી હતી.ગોધરા તાલુકાના વિઝોલ ખાતે આવેલી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી ખાતે આયોજીત પાંચમા દિક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓએ ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પદવીઓ લીધી હતી.પણ આ બધાની વચ્ચે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ શહેરથી પીએચડીની પદવી લેવા આવેલા ડો.મેહુલ કુમાર દવેએ સૌ કોઈનું ધ્યાન પોતાના તરફ ખેચ્યુ હતું.ડો.મેહુલ કુમાર દવે મુળ ગુજરાતના સૌરાષ્ટ્રના ગીર ફોરેસ્ટ પાસે આવેલા ધારીના વતની છે. તેમને દિલ્લી અને મુંબઈ યુનિવર્સટી માંથી ચાર માસ્ટર ડીગ્રીઓ મેળવી છે.ત્યાર પછી પીએચડીની પદવી શ્રી ગોવિંદગુરુ યુનિર્વસીટી માંથી મેળવી છે.તેમને ધ એફ્રીકસી ઓફ હીમો એન્સેફ્લો ગ્રાફી ન્યુરો ફીડ બેક એસએન ઈન્ટરવેન્શન ટુ રિડ્યુઝ એકઝાયટી એન્ડ સ્ટેટ એમોંગ કોર્પોરેટ એ મ્પલોઈઝવિષય પર પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે.ડો મેહુલકુમાર દવે જણાવે છે કે સોસાયટીમાં માનસિક સ્વાસ્થયને લગતા ઈસ્યુ વધતા જાય છે. એના આપણે દવા સિવાય એડવાન્સ ટેકનોલોજી થી યુઝ કરીને કેવી રીતે ટ્રીટ કરી શકાય.જેથી પીડાતા વ્યક્તિને ભવિષ્યમાં આ બાબતે તકલીફ ના થાય.પ્રેકટીસ સુધી સીમીત ન રહેતા સોસાયટીમાં અવેરનેશ લાવાનો પ્રયત્ન છે.માનસિક સ્વાસ્થયના ઈસ્યુ થતા હોય ત્યારે તે આપણે સાયકોલોજીસ્ટ પાસે જઈને તેનાથી બચી શકીએ છે. પીએચડીની પદવી પ્રાપ્ત કરવા બદલ તેમને મુંબઈના તબીબ આલમમા પણ ડો.મેહુલ દવેને અભિનંદન પાઠવામા આવ્યા હતા.વધુમાં પોતાની આ સિધ્ધી પાછળ પોતાના પરિવાર અને શ્રી ગોવિંદગુરુ યુનિવર્સીટીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.










