GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં વિદ્યાર્થીઓ પોતે મતદાતા બની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કરી મતદારોને મતદાન કરવા અપીલ કરી.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
આવનારી લોકસભા ચૂંટણીઓ ૨૦૨૪ના જનજાગૃતિના ભાગરૂપે ગુરુકુલ વિદ્યામંદિર સુપાના વિદ્યાર્થીઓ દ્વારા મોક ચૂંટણી મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું. આબેહૂબ આ મોક ચૂંટણીમાં વિદ્યાર્થીઓ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાંથી પસાર થયા હતા. ગુરુકુલના પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગના ૨૫૧ વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પોતાના હાથે કલાત્મક ગ્રીટીંગ્સ કાર્ડ પણ બનાવવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયાબાદ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને તમામ ચૂંટણી પ્રક્રિયાના મહત્વ અંગે સમજ કેળવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ <span;>મોક ચૂંટણી, રેલી, નુક્કડ નાટક તથા ગ્રીટીંગ્સ કાર્ડ જેવી પ્રવૃતિઓનું આયોજન કરી મતદાન જાગૃતિ કરવા માટે લોકોને જાહેર અપીલ કરી હતી.

નોંધનિય છે કે,  ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં સમગ્ર મતદાન જાગૃતિ કાર્યક્રમ કેલેન્ડર મુજબ મતદાન સંકલ્પ રેલી, ગ્રીટીંગ્સ અને સોશિયલ મીડિયા મારફત આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે ગુરુકુલના વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો પ્રયત્નશીલ બન્યા હતા. મદદનીશ શિક્ષક આરતીબેન પંડ્યાએ બી.એલ.ઓ ભૂમિકામાં તમામ પ્રક્રિયા વિદ્યાર્થીઓને વિગતવાર સમજાવી હતી. વિદ્યાર્થીઓની સમગ્ર પ્રક્રિયાને વધાવી લેતા ગુરુકુલના કર્મચારીઓ અને વાલીશ્રીઓએ મતદાન પ્રક્રિયામાં ભાગીદારી નોંધાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કેમ્પસ ડાયરેક્ટર સુરેશભાઈ રત્નાણીએ બાળ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button