GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

ગુજરાતમાં ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા સિનીયર સીટીઝન ભાઇબહેનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન

ગુજરાતમાં ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા સિનીયર સીટીઝન ભાઇબહેનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન ગુજરાતમાં ૬૦ વર્ષથી ઊપરનાં સિનીયર સિટીઝન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં એથલેટીક્સ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ, રમતનું આયોજન કરવામાં આવનાર છે. જેથી સીનીયર સીટીઝન સ્વાસ્થ્ય જળવાઇ રહે અને સીનીયર સીટીઝન આ વિભાગની પ્રવૃતિ પ્રવૃતિ સાથે જોડાઇ રહે તે હેતુથી યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

એથલેટીક્સ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ, આમ ૬ રમતોનું જૂનાગઢ જિલ્લામાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢ ખાતેથી આયોજન કરવામાં આવનાર છે. સ્પર્ધામાં  ભાગ લેવા માંગતા સીનીયર સીટીઝન ખેલાડીઓએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જૂનાગઢ ખાતેથીજૂનાગઢ ગ્રામ્ય અને શહેર સ્પર્ધાનાં  ફોર્મ મેળવીને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીને પરત કરવાનાં રહેશે. ભાગ લેનાર ખેલાડીઓની એન્ટ્રીના આધારે કાર્યક્રમની તારીખ અને સ્થળની જાણ કરવામાં આવશે. વધુ વિગત માટે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ગાંધીગ્રામ જૂનાગઢનો રૂબરૂમાં અથવા મોબાઇલ નંબર ૭૮૫૯૯૪૬૯૮૪ ઊપર સંપર્ક સાધી જાણકારી હાંસલ કરી શકાશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.

 

[wptube id="1252022"]
Back to top button