GANDHIDHAMGUJARATKUTCH

ગાંધીધામ માં કેમિસ્ટ એસોશિએશન દ્વારાં શ્રીરામ ઉત્સવ ની ઉમંગભેર ઉજવણી કરાઇ.

૨૨-જાન્યુ.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ કચ્છ :- ઉત્તરપ્રદેશ ના અયોધ્યા માં બનેલા દિવ્ય અને ભવ્ય દેશ ભરમાં તારીખ 22 જાન્યુઆરી 2024 ના રોજ રામલલા ની ભવ્ય અને પ્રાણ પ્રતિષ્ઠા સંપન થઈ હતી, વર્ષો ની પ્રતીક્ષા બાદ પ્રાપ્ત થનારી આ ભવ્ય અને દિવ્ય ઘડી ને યાદગાર બનાવવા તેમજ અયોધ્યા મધ્યે આયોજીત ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું,

તેની સાથે સાથે ગાંધીધામ ખાતે ગાંધી માર્કેટ ખાતે ગાંધીધામના દવાના વેપારીઓ દ્વારાં દરેક ને પ્રસાદ મળી રહે તેને ધ્યાન માં રાખીને પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે કેમિસ્ટ એસોસિએશન ગાંધીધામ ના પ્રમુખ શ્રી અનિલભાઈ તન્ના, કારોબારી સભ્યો શ્રી જગદીશભાઈ પલન, ધીરુભાઈ ઠક્કર,પંકજભાઈ ઠક્કર, સુનિલભાઈ ઠક્કર,કમલ ચંદારાણા, સંજય ઠક્કર, ધર્મેન્દ્ર ઠક્કર(ટોલીજોય ફાર્મા), સિધાર્થ ઠક્કર, નંદુભાઈ કેલા, વિનોદભાઇ, ધર્મેશ ઠક્કર, અંબાલાલ પટેલ, બાબુભાઇ પ્રજાપતિ, સચિનભાઈ, ધીરુભાઈ ઠક્કર, રાજેન્દ્ર એમ. ઠક્કર વગેરે દ્વારાં હાજરી આપીને આ પ્રસંગ ને યાદગાર બનાવ્યો હતો, તેમ રાજેન્દ્ર એમ ઠક્કર ની યાદીમાં જણાવ્યું હતું,

[wptube id="1252022"]
Back to top button