ગાંધીજયંતિ નિમિતે જંબુસર હાજી કન્યા શાળાના આચાર્ય દ્વારા શાળા મા અનિયમિત જે બાળકો રહે છે તેવા બાળકો નિયમિત બને તેવા ઉમદા હેતુ થી તેઓના વાલીઓ સાથે બાપુ ના જન્મદિવસ ની ઉજવણી કરી
જંબુસર ગાંધીજયંતિ નિમિતે જંબુસર હાજી કન્યા શાળાના આચાર્ય દ્વારા શાળા મા અનિયમિત જે બાળકો રહે છે તેવા બાળકો નિયમિત બને તેવા ઉમદા હેતુ થી તેઓના વાલીઓ સાથે બાપુ ના જન્મદિવસ ની ઉજવણી કરી ને શાળા માં બાળકો નિયમિત બને તથા દેવીપૂજક સમાજ ના વિદ્યાર્થીઓના માતા પિતાને સાક્ષર જ્ઞાન,અસ્પૃશ્યતા નિવારણ, સ્વચ્છતા જાળવણી વિષય પર માહિતગાર કર્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
ગાંધીજયંતિ નિમિતે જંબુસર હાજી કન્યા શાળાના આચાર્ય રાહુલભાઈ મોરી દ્વારા શાળા મા અભ્યાસ મા અનિયમિત બાળકો જંબુસર નગર ના દૂરદૂર ના ફળિયાઓમાં જેમકે ગાંધીનગર 1,ગાંધીનગર 2,ભૂતફળિયા,ઓડવાસ, માં પૂ.બાપુનો જન્મદિવસ ઉજવીને શાળામાં બાળકો નિયમિત બને તથા જે દેવીપૂજક વિદ્યાર્થીઓના માતા પિતાને સાક્ષર જ્ઞાન, અસ્પૃશ્યતા નિવારણ ,સ્વચ્છતા જાળવણી વિષય પર માહિતી આપી હતી.આજ રોજ તમામ વાલી ઓ એક નવીન દિશામાં એક ડગલું આગળ માંડવાનો પ્રયત્ન કરે તેજ આચાર્ય રાહુલભાઈ મોરી નો નિર્ધાર છે. અને આ પ્રવુતિ દ્વારા બાળકોની નિયમિતતા અને શિક્ષણ વ્યાપ વધે તે માટે નો હોય બધા જ ફળિયાઓ માં આચાર્ય રાહુલભાઈ મોરી ખૂબ સારો પ્રતિસાદ સાંપડતા તેઓએ દરેક વાલી ઓનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ