
વાત્સલ્યમ્ સમાચર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૩ : આપણા દેશના લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ વિકસિત ભારત ૨૦૪૭ નો સંકલ્પ રજુ કર્યો છે. આ સંકલ્પ ને સાર્થક કરવા માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય ના નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત નું સૌથી મોટું બજેટ ૩,૩૨,૪૬૫ કરોડ નું રજુ કરેલ પ્રજાલક્ષી સુવિધાઓ માટેના અનેકવિધ યોજનાઓ નું પ્રાવધાન બજેટમાં આવરી લીધું છે. કચ્છના ગાંધીધામ અને મોરબી જિલ્લાના મોરબી શહેર સાથે આઠ શહેરો ને મહાનગર પાલિકાનો દરજ્જો, પિંગલેશ્વર બીચ, અસારમાંબીચ (માંડવી – કચ્છ) ૨૦૦ કરોડના આયોજન પૈકી ૩૦ કરોડની જોગવાઇ, કોટેશ્વર વાસદા અંબાજીમાં જંગલ સફારી તેમજ ઇકો ટુરિઝમ ના વિકાસ માટે ૧૭૦ કરોડ પૈકી ૪૫ કરોડની પ્રાવધાન કરેલ છે. પ્રવાસન ટુરિસ્ટ સર્કિટમાં ધોરડો – ધોળાવીરા માર્ગ, કચ્છમાં નર્મદાનાં પૂરના ૧ મિલિયન પાણી વિતરણ ૨૭૦૦ કરોડ ની જોગવાઇ અંગેની જાહેરાત ને આવકારતા કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી શ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો. રાજયમાં માથાદીઠ આવક વિકસિત દેશો જેટલી કરવાના આયોજન, ઉર્જા અને પેટ્રો કેમિકલ માટે ૮૪૨૩ કરોડ ની જોગવાઈ કરવામાં આવેલ છે. જનરક્ષક યોજના હેઠળ ૧૧૦૦ વાહનોનું માળખું ગોઠવવાની સાથે ૨૫૦૦ જેટલી એસ.ટી. બસો ખરીદવા અને નવા સબ સ્ટેશનો સ્થાપવા ૩૮૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. ૩૧૯ નવી એમ્બ્યુલન્સ, ૪૫ હજાર સ્માર્ટ કલાસ રૂમ, ૧૦ રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન શાળાઓ, ૧૫ હજાર નવા ઓરડા અને ૨ લાખ કોમ્પ્યુટર અપાશે ૧૬૨ નવી સરકારી શાળા બનશે.ખેતી, ખેડુતકલ્યાણ અને સહકાર વિભાગ માટે ૨૨૧૯૪ કરોડ, પંચાયત ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ માટે ૧૨૧૩૮ કરોડ, તેવી જ રીતે શહેરી વિકાસ ગૃહ નિર્માણ માટે ૨૧૬૯૬ કરોડ, નમો સરસ્વતી યોજના માટે પ્રાવધાન કરેલ છે. ૩ થી ૫ વર્ષના બાળકો માટે પોષણ ક્ષમ આહાર, ૮ હજાર નવી આંગણવાડી, ધોરણ ૯ થી ૧૦ ના વિધાર્થી ને ૧૦ હજાર તથા ધોરણ ૧૧ અને ૧૨ ધોરણ ના વિધાર્થીઓ ને ૧૫ હજાર ની સહાય સાથે શૈક્ષણીક નામો લક્ષ્મી યોજના લાગુ થશે. સરકારી છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાના બાંધકામ માટે ૨૫૫ કરોડ ની ફાળવણી, મનરેગા યોજના હેઠળ રોજગારી માટે ૧૩૦૯ કરોડ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ ૨૫૫ કરોડ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ માટે ૧૨૨ કરોડ, રમત ગમત ક્ષેત્રે ૩૬૭ કરોડ, પુરાતત્વ અને સંગ્રહાલય માટે ૧૧૩ કરોડ, અન્ન નાગરિક અને પુરવઠા વિભાગ માટે ૨૭૧૧ કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ૨૦,૧૦૦ કરોડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ૬૮૮૫ કરોડ, આદિજાતિ વિકાસ માટે ૪૩૭૪ કરોડની ફાળવણી સાથે સૌથી મોટું બજેટનું પ્રાવધાન કરેલ છે. માનનીય વડાપ્રધાનશ્રી ના સંકલ્પો ને સાર્થક કરતું બધીજ યોજનાઓ ને આવરી લેતું બજેટ ગુજરાત ને દેશનું રોલ મોડલ બનાવતુ બજેટ છે. તેમ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું.










