GUJARAT

ગણેશ ફળીયા વાડી ખાતે HRT 5 અંતર્ગત મહિલાઓની તાલીમ યોજાઈ

નાયબ બાગાયત નિયામક ભરૂચ સ્કેનિંગ અને કિચન ગાર્ડનિંગ વિભાગ ફળ અને શાકભાજી પરીક્ષણ તાલીમ મહિલા તાલીમાર્થીઓને વૃતિકા સહાયની યોજના એચ આર ટી 5 અંતર્ગત બે દિવસીય તાલીમનો આયોજન જંબુસર ભાગલી વાડ ગણેશ ફળિયા વાળી ખાતે સામાજિક કાર્યકર ધર્મેશભાઈ પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાગાયત અધિકારી ભાવિષાબેન પટેલ નિરીક્ષક નરેશભાઈ વસાવા તથા ઈશ્વરભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. સદર તાલીમમાં આંબળા કેન્ડી, જામફળ નેકટર,લસણ અથાણું, જેલી ચોકલેટ, તથા ટામેટા કેચપ, આમળ બીટ મુખવાસ, ગુલકંદ,લીંબુ ચટણી, બનાવવાની રીત પ્રેક્ટીકલ અને થિયરીથી વિશેષ જ્ઞાન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં ભાગલીવાર તથા ગણેશ ફળિયાની બહેનો જોડાયા હતા.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button