
દિપક પટેલ-ખેરગામ
Kherghem: ખેરગામ ખાતે વરસાદે સદી વટાવી ૧૦૫ ઇંચ વરસવાનો આંક પ્રાપ્ત કર્યો છે, જેમાં સાંજના છેડે વાવાઝોડા સાથે ત્રાટકતા વરસાદ ખેડૂતોમાં ચિંતા વધારે છે કેમકે હવે ડાંગરમાં દાણા પાકવાની અણીએ છે અને તેના વજનથી પવનના સુસવાટામાં ઊભું ભાત આડું પડી જઇ ખરાબ થાય છે જે ધરતીપુત્રો માટે નુકસાનકારક છે. હજુ નવરાત્રીમાં પણ વરસાદ પડવાની આગાહીઓ થાય છે ત્યારે ભાદરવી પૂનમની સવારે ખેરગામ ખાતે ભારે ધુમ્મસ છવાયું હતું જેમાં સૂરજદાદાના દર્શન પણ ઝાંખા થતા હતા. ધુમ્મસ છવાતા વરસાદ વિદાયના સંકેત હોય છે, ડાંગરના તૈયાર પાકને સૂર્યપ્રકાશની તીવ્ર જરૂરિયાત છે જો દાણો પાકે તો ચોખા પાક સારો ઉતરે. ધરતી પુત્ર વરૂણદેવને સૂર્યદેવને પ્રાર્થના કરી સારો પાક આપવા વિનવણી કરે છે.
[wptube id="1252022"]





