GUJARATIDARSABARKANTHA

ખેડબ્રહ્મા ખાતે માર્ગ સલામતી માસ-૨૦૨૪ અંતર્ગત રેલીને લીલીઝંડી આપતા જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે

 

ખેડબ્રહ્મા ખાતે માર્ગ સલામતી માસ-૨૦૨૪ અંતર્ગત રેલીને લીલીઝંડી આપતા જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે

 

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ, પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી,સાબરકાંઠા દ્વારા આયોજીત માર્ગ સલામતી માસ-૨૦૨૪ અંતર્ગત રેલીને જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે,જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા તેમજ જિલ્લા પોલીસવડાશ્રી વિજય પટેલ દ્વારા સંતશ્રી નથ્થુરામબાપા જ્યોતિ વિધ્યાલય ખેડબ્રહ્મા ખાતે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લામાં તારીખ ૧૪/૦૨/૨૦૨૪ દરમિયાન માર્ગ સલામતી માસ-૨૦૨૪ની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત આ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રેલીમાં વિધ્યાર્થીઓ દ્વારા માર્ગ સલામતી અંગે વિવિધ સંદેશાવાળા બેનર સાથે સુત્રોચ્ચાર કરીને માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

 

[wptube id="1252022"]
Back to top button