
૧૯-ઓકટો.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ફિનિશિંગ સ્કૂલ પ્રોજેકટ હેઠળ સફળતા મેળવવાની ચાવીના પાઠ વિનામૂલ્યે ભણાવવામાં આવ્યા.
10 દિવસની તાલીમમાં 51 યુવાનોને ફિનિશિંગ કરી ચમકાવવાનો અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો.
મુન્દ્રા કચ્છ :- દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનના સપનાને સાકાર કરવા ગુજરાતની કોલેજોમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વૈશ્વિક કક્ષાએ તમામ ક્ષેત્રોની સ્પર્ધામાં સફળતા મેળવે એવા દુરંદેશી અભિગમથી શિક્ષણ વિભાગના નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (કેસીજી) વિભાગ દ્વારા ફિનિશિંગ સ્કૂલ પ્રોજેકટ હેઠળ વ્યવસાયલક્ષી કૌશલ્ય તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે કચ્છ જિલ્લાના મુન્દ્રાની એસ. ડી. શેઠિયા બી. એડ. કોલેજમાં કૌશલ્ય વર્ધક તાલીમ આપી શુભારંભ કરવામાં આવ્યો હતો. કેસીજીના નિષ્ણાત ટ્રેનર ઉત્પલાબેન વૈદ્ય દ્વારા આપવામાં આવેલ 10 દિવસની તાલીમમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને રોજગારીની દિશામાં આગળ વધતા 51 યુવાનોને ફિનિશિંગ કરી ચમકાવવાનો અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં જૂથકાર્ય, નાટક, પ્રસંગ વાર્તાઓ, જૂથ ચર્ચાઓ, શૈક્ષણિક રમતો દ્વારા તાલીમાર્થીઓની શક્તિ અને મર્યાદાઓનું સ્વ વિશ્લેષણ કરીને લાઈફ સ્કીલ, પર્સનલ હાઇજીન, સેલ્ફ કોન્ફિડન્સ, બોડી લેંગ્વેઝ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, ક્રિટિકલ થીંકીંગ, સેલ્ફ અવેરનેસ, ડીસીપ્લીન, પ્રોબ્લેમ સોલવિંગ, ડીસીજન મેકિંગ, પોઝિટિવ એટીટ્યુડ, મોટીવેશન જેવા વિષયોને આવરી લઈને ઇન્ટરવ્યુની પ્રેક્ટિસ કરાવી આંતરિક ભયને દૂર કરીને આત્મવિશ્વાસ વધારવાના પ્રયાસો થકી યુવાનોને આત્મનિર્ભર બનવાની તાલીમ આપવામાં આવી હતી.ફિનિશિંગ સ્કૂલ તાલીમનો મુખ્ય ઉદ્દેશ જીવન કૌશલ્ય, સારા વ્યક્તિત્વનો વિકાસ, રોજગાર કુશળતા, કાર્યત્મકતા અને બોલાતી અંગ્રેજી ભાષાની કૌશલ્યતામાં સુધારો કરી ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને નોકરી મેળવવાની ક્ષમતાના કૌશલ્યમાં વધારો કરવાનો છે એવું સમાપન સત્રમાં ઉદબોધન કરતા કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ. વી. ફફલે જણાવ્યું હતું.સમગ્ર તાલીમનું આયોજન અને વ્યવસ્થા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર ડો. દીપકભાઈ પંડ્યાએ સંભાળ્યું હતું. જયારે સમાપન સત્રનું સંચાલન તિતિક્ષાબેન ઠકકર અને આભારવિધિ કોલેજના જનરલ સેક્રેટરી ચેતનભાઈ મહેશ્વરીએ કરી હતી.










