
જૂનાગઢ વાસી શ્રી રાધારમણ દેવ ની અસીમ કૃપા થી વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવપીઠાધિ પતિ આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ ના આશીર્વાદ થી કેશોદ તાંબાના અગતરાઈ સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા આયોજિત દિવ્ય શાકોત્સવ માં 3હજાર થી પણ વધુ હરિભકતો એ મહા પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. કેશોદ તાલુકાના અગતરાઈ ગામ નાઆંગણે જૂનાગઢ વાસી પૂ.રાધારમણ દેવ અને સ્વામિનારાયણ મુખ્ય મંદિર અગતરાઈ દ્વારા આગરોજ અગતરાઈ ખાતે વહેલી સવાર થી જ ભવ્યાતી ભવ્ય સત્સંગ સભા તેમજ દિવ્ય શાકોત્સવ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આશરે ત્રણ હજાર થી પણ વધુ હરિ ભક્તો એ મહા પ્રસાદ તેમજ સત્સંગ સભા નો લાભ લઇ ધન્ય બન્યા હતા આજના આ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ્ય જૂનાગઢ વાસી શ્રી રાધા રમણ દેવ તેમજ આદિ દેવો ના સાનિધ્ય માં વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ શ્રી હરિ કૃષ્ણ મહારાજ નો 200 મો પાટોત્સવ દ્વિ સતાબ્દી વર્ષ તથા સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મી નારાયણદેવ પીઠાધિપતિ 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી ના 75 માં પ્રાગટય અમૃત મહોત્સવ તથા ભાવિ આચાર્ય 108 શ્રી નૃગેન્દ્ર પ્રસાદ જી મહારાજ ના 50 માં પ્રાગટય સુવર્ણ જયંતિ વર્ષના સુભગ ત્રિવેણી ઉત્સવો ના ઉપક્રમે સમગ્ર જૂનાગઢ પ્રદેશ માં આ દિવ્ય શાકોત્સવ યાત્રા નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વડતાલ ના ભાવિ આચાર્ય 108 શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ જૂનાગઢ પૂ રાધા રમણ દેવ મુખ્ય મંદિર ના સંતો તેમજ અગતરાઈ મુખ્ય મંદિર ના સંતો એ આશીર્વચન પાઠવેલ હતા
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










