GUJARATJUNAGADHKESHOD

કેશોદમાં રકતદાન કેમ્પ યોજાયો,વાસુદેવ યુવા સંગઠન દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંજીવની હોસ્પિટલ દ્વારા સહયોગ આપવામા આવ્યો હતો

કેશોદમાં વાસુદેવ યુવા સંગઠન દ્વારા લોક ઉપયોગી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેછે જેના ભાગરૂપે આજરોજ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદની સંજીવની હોસ્પિટલ દ્વારા રાહતદરે દર્દીઓની તપાસ સારવાર જરૂરી દવાઓ આપવામાં આવેછે સંજીવની હોસ્પિટલના સહયોગથી વાસુદેવ યુવા સંગઠન દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીસ જેટલા દાતાઓ દ્વારા રકતદાન કરવામાં આવ્યુ હતું એકત્ર કરેલ બ્લડ કેશોદની પટેલ વોલન્ટરી બ્લડ બેંકમાં જમાં કરાવેલ હતું વાસુદેવ યુવા સંગઠન દ્વારા આગામી દિવસોમાં લોક ઉપયોગી કાર્ય કરતા રહેવાની ભાવના સાથે લોક ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરશે તેમ વાસુદેવ યુવા સંગઠન પ્રમુખ ભરત બોરીચાએ જણાવ્યું હતું

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button