BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠા જિલ્લાનું 54 મુ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન સ્કૂલ ઓફ સાયન્સ, પાલનપુર ખાતે ખુલ્લું મુકાયું

9 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુર સ્કૂલ ઓફ સાયન્સ ખાતે જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તથા જિ.શિ.કચેરી તથા જિ. પ્રા.શિ.કચેરી પાલનપુર આયોજિત 54 મુ વિજ્ઞાન-ગણિત- પર્યાવરણ પ્રદર્શન જે તા.9 ડિસેમ્બર થી 11 ડિસેમ્બર સુધી સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર પાલનપુર ખાતે પ્રાર્થના, સ્વાગત ફૂલછડી સાલ વડે કરવામાં આવ્યું.દીપ પ્રાગટ્ય કરી વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું.‌મુખ્ય મહેમાન શ્રી અનિકેતભાઈ ઠાકર ધારાસભ્ય, જી.સી.આર.ટી ના ભાર્ગવભાઈ ઠક્કર,જિલ્લા શિક્ષણાધિકારી ડો. નરેન્દ્રસિંહ ચાવડા, શિક્ષણ તાલીમ ભવન ના આચાર્યશ્રી ડી.આર.બ્રાહ્મણ ,શ્રી વી. એમ. પટેલ પ્રાથમિક શિક્ષણ અધિકારી, નાયબ શ્રી ગઢવી સર તથા ઉમેશભાઈ પટેલ મહામંત્રી ગુજરાત આચાર્ય સંઘ, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવે, વહીવટી ના આનંદભાઈ ત્રિવેદી ,સંસ્થા ના ધુરાવાહકો શ્રી કે.ટી.ઠકકર તથા શ્રીગિરીશભાઈ અમીન તથા શિક્ષણાધિકારી કચેરી ના ઈ.આઈશ્રીઓ કૃણાલભાઈ મકવાણા, ચેતનભાઈ પટેલ તથા ડાયટના રાજુભાઈ નાઈ વગેરે હાજર રહ્યા હતા.શાળાના આચાર્યશ્રી મનીષભાઈ બી. રાવલ, તેમજ તમામ સ્કૂલ ઓફ સાયન્સ ના આચાર્યશ્રીઓ સ્ટાફ મિત્રો અન્ય ગણમાન્ય મહાનુભાવો તથા જિલ્લામાંથી પધારેલા સાયન્સ સાથે જોડાયેલા શિક્ષક મિત્રો, તજજ્ઞો આને આમંત્રિત મહેમાનો તથા વાલીગણ વગેરે આ ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યશ્રી મનિષભાઈ બી. રાવલે 2010 થઈ શરૂ થયેલી આ સંસ્થા નો વિસ્તૃત પરિચય આપ્યો અને પધારેલા નામી- અનામી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button