GUJARATIDARSABARKANTHA

ઇડર તક્ષશિલા ઈંગ્લીશ સ્કૂલ, સવગઢ છાવણી -ઇડર. દ્વારા તા- ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી

ઇડર – સાબરકાંઠા સ્થિત તક્ષશિલા ઈંગ્લીશ સ્કૂલ, સવગઢ છાવણી -ઇડર. દ્વારા તા- ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

હોરીઝોન-૨૦૨૪ થીમ પર આધારિત વાર્ષિક મહોત્સવમાં પ્રથમ દિવસે નર્સરી થી ધો.-૪ ના વિધાર્થીઓનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં પ્રથમ દિવસે અંદાજીત ૩૮૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. આ પછી વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ૨૪ જેટલા કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા અને પ્રથમ દિવસે અંદાજે ૧૧૦૦ વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. તેમજ બીજા દિવસે ધો-૫ થી ધો.-૧૨ ના વિદ્યાર્થીઓનો કાર્યક્રમ યોજવામાં આવ્યો બીજા દિવસે પણ અંદાજીત ૪૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. આ પછી વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ૨૦ જેટલા કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા અને બીજા દિવસે અંદાજે ૧૩૦૦ વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના ડાયરેક્ટ શ્રી જનકભાઈ સોનીતથા તક્ષશિલા સ્ટાફ પરિવાર તરફથી આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને તમામ વાલીઓનો આભાર માનવામાં આવ્યો.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button