GUJARATIDARSABARKANTHA

ઇડરના લાલોડા ખાતે “બાગાયતી પાકોના મુલ્યવર્ધન” અંગે તાલીમનું આયોજન કરાયું

ઇડરના લાલોડા ખાતે “બાગાયતી પાકોના મુલ્યવર્ધન” અંગે તાલીમનું આયોજન કરાયું

**********

સાબરકાંઠા જિલ્લામાં નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા બાગાયતી પાકોના મુલ્યવર્ધન અંગે પાંચ દિવસીય તાલીમનું આયોજન ઇડર તાલુકાના લાલોડા ખાતે કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કુલ ૨૮ મહિલા તાલીમાર્થીઓએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો.

મહિલાઓ બાગાયતી પેદાશોનુ મૂલ્યવર્ધન થકી પોતાનો વ્યવસાય ચાલુ કરી શકે તેમજ આત્મનિર્ભર બની પોતાની આજીવિકામાં વધારો થાય તે માટે તાલીમનું આયોજન કરાયુ હતુ. આ તાલીમમાં મહિલાઓને બાગાયતી પાકો જેવા કે ટામેટા, બટાટા, કેળા, ખજૂર, બીટ, લીંબુ, સફરજન, આદુ, મેથી વગેરેમાંથી કુલ ૫૧ બનાવટો બનાવતા શીખવાડવામાં આવી હતી. વધુમાં આ તાલીમમાં બહેનોને બનાવટોના પેકીંગ, કોમર્શીયલ વેચાણ, બજાર વ્યવસ્થાપનની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.આ તાલીમમાં તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે તાલીમમાં હાજર રહેલ તમામ બહેનોને સરકારશ્રી તરફથી એક દિવસના ૨૫૦ રૂપિયા વ્રુતિકા સહાય પ્રોત્સાહન પેટે આપવમા આવે છે.

આ તાલીમમાં સંયુકત બાગાયત નિયામકશ્રી ડો. બી. પી. રાઠોડ, નાયબ બાગાયત નિયામકશ્રી ડી. એમ. પટેલ તથા મદદનીશ બાગાયત નિયામકશ્રી જે. એમ. પટેલ, બાગાયત મદદનીશશ્રી એન. આર. પટેલ તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહી હતી.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button