વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ
ડાંગનાં આહવાનાં એક તરુણ અને દેવલપાડાનાં તરૂણો વચ્ચે ગણપતિ વિસર્જન વખતે ઝઘડો થયો હતો અને મારા મારી થઈ હતી.ત્યારે પોલીસ કર્મચારીએ બંને ને છોડાવ્યા હતા.જે બાદ આહવાના તરૂણનાં પિતાએ મારા દીકરાને કેમ માર્યો છે કહી પોલીસ કર્મચારીને માર માર્યો હતો અને પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ લાવી હતી.ડાંગ જિલ્લાનાં આહવા ખાતે ગણપતિ વિસર્જન પાસે દેવલપાડાના કોઇ તરૂણ અને આહવાના દિપક અમ્રત પિંપળેનાં છોકરા સાથે ઝગડો અને મારામારી થઈ રહી હતી.ત્યારે પોલીસ કર્મચારીએ તેમને છોડાવ્યા હતા.ત્યારબાદ આહવા સિવિલ હોસ્પિટલ ખાતે દિપક અમ્રત પિંપળે એ પોલીસ કર્મચારીને કહ્યુ હતુ કે,તુ પોલીસ વાળો થઇ ગયો છે તો શું થયુ મારા છોકરાને તે કેમ મારેલ છે ? તે વેળાએ પોલીસ કર્મચારીએ કહ્યું હતું કે,’મે તમારા છોકરાને મારેલ નથી તે ગણપતિ વિસર્જન પાસે દેવલપાડાના કોઇ છોકરા સાથે ઝગડો કરી મારા મારી કરતા હતા.જેથી તેઓને છોડાવેલા છે તમારા છોકરાને માર મારેલ નથી.’પરંતુ ઉશ્કેરાઇ ગયેલા દિપક પિંપળે અને તેની સાથેના એક અજાણ્યા ઈસમે પોલીસ કર્મચારીને ઢિક્કા મુક્કીનો માર માર્યો હતો. અને કહેતા હતા કે, તુ પોલીસમા કેવી રીતે નોકરી કરે છે હું જોઇ લઇશ તેમ કહી બંને જણાએ પોલીસ કર્મચારીને માર મારતા હતા.પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ લાવવા બદલ આહવા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..





