
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગની આહવા સિવિલ હોસ્પિટલનાં તથા અન્ય સરકારી સાહસોનું ખાનગીકરણ ન કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા સાંગઠનિક કમિટી સોસિયાલીસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઈન્ડીયાએ કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ.હાલમાં તાપી જિલ્લાની વ્યારા જનરલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવામાં આવેલ છે,જેને લઇને તાપી જિલ્લાનો સમગ્ર આદિવાસી સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે.ત્યારે ગુજરાત સરકાર દ્વારા ડાંગની આહવા સિવિલ હોસ્પિટલને પણ ખાનગી કપંનીને સોંપી દેવાની વાત સામે આવી છે. ડાંગમાં ગરીબી રેખા હેઠળના લોકો વસવાટ કરે છે, આદિવાસી લોકો જેમ તેમ ભાડુ ખર્ચીને આહવા સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે. તેવામાં હોસ્પિટલનું ખાનગીકરણ થાય તો ગરીબ જનતાનું શું થશે ? ત્યારે ડાંગ એસ.યુ.સી.આઇ સાંગઠનિક કમિટી દ્વારા ખાનગીકરણના વિરોધમાં આજરોજ ડાંગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી..





