AHAVADANGGUJARAT

Ahava : આહવા તાલુકામાં ‘સરપંચ એસોસિએશનનાં પ્રમુખ તરીકે નરેશભાઈ ભોયેની સર્વાનુમતે વરણી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ સુરેશભાઈ ચૌધરીનાં નેજા હેઠળ આહવા તાલુકામાં સરપંચ એસોસિએશનનાં પ્રમુખની વરણી કરવામાં આવી.જેમાં અગાઉ આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ કુલ 27 ગ્રુપ  ગ્રામ પંચાયતો પૈકી વિભાજન થયેલી પંચાયતોને બાદ કરતા કુલ 14 સરપંચોમાંથી સર્વાનુમતે ઘોઘલી ગૃપ ગ્રામ પંચાયતનાં યુવા અને શિક્ષીત સરપંચ નરેશભાઈ ગમજભાઈ ભોયેની આહવા તાલુકા સરપંચ એસોશીએસનનાં પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી.આહવા તાલુકામાં યુવા વર્ગમાં લોકપ્રિય અને વહીવટી કામગીરીમાં નિપુણ તથા તમામ સરપંચો સાથે સંકલન અને સહકારની ભાવના સાથે કામ કરનારા નરેશભાઈ ભોયેને એસોસિએશનના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવતા શુભેચ્છાઓ પાઠવી હતી.જેમાં સરપંચ એસોસીએશનનાં ઉપપ્રમુખ તરીકે ગાઢવી ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમભાઈ ગાંગુર્ડે, મંત્રી તરીકે આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિચંદભાઈ ભોયે તથા સહમંત્રી તરીકે દિવાનટેમ્બ્રુન ગ્રામ પંચાયતના સરપંચ પ્રભુભાઈ ચૌધરીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી.આ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને આહવા તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ ચૌધરી તથા ઉપપ્રમુખ કમલેશભાઈ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને સ્થાનિક સ્વરાજના  મૂળભુત પાયો ગણાતી ગ્રામ પંચાયતનો વહીવટ પ્રજાના કામ અને ગામોના વિકાસ માટે કરવા આહવાન કરવામાં આવ્યુ હતુ. સરપંચ એસોશીએસનનાં નવનિયુક્ત પ્રમુખ નરેશ ભોયેએ સરપંચોએ આપેલી જવાબદારી બદલ તમામ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી આગામી દિવસોમાં એસોસિએશન લક્ષી તેમજ પ્રજા લક્ષી કામો કરવાની બાંહેધરી આપી હતી..

[wptube id="1252022"]
Back to top button