AHAVADANGGUJARAT

આહવા તાલુકાનાં એક ગામની સગીર વયની દીકરીનું એક યુવક દ્વારા અપહરણ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં એક ગામની 17 વર્ષીય સગીરાને વઘઇ તાલુકાનાં એક ગામનાં યુવકે લગ્નની લાલચ આપી પટાવી કાયદેસરનાં વાલીપણામાંથી અપહરણ કરવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાના હિમેશ (નામ બદલેલ છે.)એ આહવા તાલુકાની એક ગામની 17 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી હતી.ત્યારબાદ સગીરાને વિશ્વાસમાં લઈને તેણીનું અપહરણ કરવામાં આવ્યુ હતુ.જે અંગે સગીરાની માતાએ આહવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા આહવા પોલીસની ટીમે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

[wptube id="1252022"]
Back to top button