ARAVALLIBHILODAGUJARAT

Aravalli : ભિલોડા બજારમાં નશામાં ધૂત ઇકો ચાલકે 5 લોકોને અડફેટે લેતા અફડાતફડી,બાળક કારમાં ફસાઈ જતા 200 મીટર ઢસડયું 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

અરવલ્લી : ભિલોડા બજારમાં નશામાં ધૂત ઇકો ચાલકે 5 લોકોને અડફેટે લેતા અફડાતફડી,બાળક કારમાં ફસાઈ જતા 200 મીટર ઢસડયું

*નશાની હાલતમાં ઇકો ચાલકને લોકોએ ઢીબી નાખ્યો, લોકોમાં ભારે આક્રોશ, ઇકો ચાલકને માર મારતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ

નશામાં ધૂત ઈકો ચાલકે અડેફેટે લીધેલ ઈજાગ્રસ્ત કોણ કોણ વાંચો છેલ્લે

અરવલ્લી જીલ્લામાં વાહન ચાલકો નશાની હાલતમાં બેફામ ગતિએ વાહન હંકારી અકસ્માતની ઘટના સર્જી રહ્યા છે ભિલોડા નગરમાં ભર બજારમાં ઇકો કાર ચાલકે નશામાં ધૂત બની બેફામ ગતિએ

ઇકો કાર હંકારી રાહદારી અને બાઈક ચાલકને અડફેટે લેતા બજારમાં નાસભાગ મચી હતી કારમાં એક બાળક ફસાતા ઇકો ચાલકે 200 મીટર સુધી બાળકને ઢસડતા લોકો કાર પાછળ દોડી કાર ચાલકને અટકાવ્યો હતો ઈકોની અડફેટે 5 લોકો ઈજાગ્રસ્ત થતા ભિલોડા સારવાર આપી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા ભિલોડા પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલા લોકોએ ઇકો કાર ચાલકને મેથીપાક આપ્યો હતો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, ભિલોડામાં હાર્દસમા મેઈન બજાર વિસ્તાર માં ભિલોડા – શામળાજી ધોરીમાર્ગ પર માંતેલા સાંઢની માફક ગફલતભરી રીતે પુરપાટ ઝડપે મારૂતી ઈકો કારના ચાલકે ચાલકે ૫ રાહદારીઓને અડફેટે લેતા તેઓના શરીર પર વત્તા ઓછા પ્રમાણમાં ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે કોટેઝ હોસ્પિટલમાં ખસેડાયા હતા.મેડિકલ ઓફિસરે સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.દારૂ પીધેલા ઈકો કારના ચાલક ને ધટના સ્થળે ઉપસ્થિત અનેક લોકોએ ઢોર માર માર્યો હતો.પોલીસ તાબડતોડ ધટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

INBOX:- ઈજાગ્રસ્તો ની યાદી

1)અનસોયાબેન નરેશભાઈ સોલંકી

આ.ઉં.વ. ૪૧ રહેવાસી. લીલછા,તા.ભિલોડા

2)નરેશભાઈ હરીભાઈ સોલંકી

આ.ઉં.વ. ૪૧ રહેવાસી. લીલછા,તા.ભિલોડા

3)આદિત્ય પ્રભુભાઈ બરંડા

આ.ઉં.વ. ૧૧ રહેવાસી. નવલપુર,તા.ભિલોડા

4)ગીતાબેન પ્રભુભાઈ બરંડા

આ.ઉં.વ. ૩૫ રહેવાસી. નવલપુર,તા.ભિલોડા

5)હિતેશભાઈ મેધાભાઈ વણજારા

આ.ઉં.વ. ૧૯ રહેવાસી. મઉંટાંડા,તા.ભિલોડા

[wptube id="1252022"]
Back to top button