
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : પ્રેમલગ્ન કરનાર યુવતીની હાલત ધોબીના કુતરા જેવી થતા 181 અભયમની મદદ લીધી, પતિ નશાની હાલતમાં મારઝૂડ કરતો હતો
*ઘરેલું ઝગડામાં 3 મહિનાની માસુમ બાળકીનું ભવિષ્ય જોખમાય નહીં તે માટે ૧૮૧ કાઉન્સિલિંગ ટીમની ટકોર*

અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવી રહેલ 181 અભયમ મહિલા હેલ્પલાઇને કાઉન્સિલર ભાવિકાબેન અને તેમની ટીમ ફરજ ઉપર હાજર હતા તે દરમિયાન પીડિત મહિલાનો કોલ મળતા અરવલ્લી 181ની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોચી પીડિતા બેનનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે પીડિતા બેને પ્રેમ લગ્ન કરેલ છે જેનો સમયગાળો એક વર્ષ જેવો થયેલ છે અને તેમનું ત્રણ મહિનાનું નાનું બાળક છે. પ્રેમ લગ્ન કરેલ હોવાના કારણે બેનનો પિયર સાથેનો સબંધ પુર્ણ થઈ ગયેલ છે. તેમના પતિ કોઈ કામધંધો કરતા નથી અને નશીલા પદાર્થનું સેવન કરીને તેમની સાથે મારપીટ કરે છે, અને તે મહીલા અને બાળકની કોઇ જવાબદારી લેતાં નથી. પોતાની મરજી અને પોતાના પરિવારની વિરુદ્ધ જઈને કરેલા લગ્નમાં ભંગાણ થાય તેવી સ્થિતિ સર્જાઈ ત્યારે ૧૮૧ ટીમના કાઉન્સિલરે તેમના પતિ સાથે અન્ય સાસરિયાંઓને સેન્ટર પર બોલાવીને તે પરિવારનું યોગ્ય કાઉન્સિલીંગ કરીને માર્ગદર્શન આપ્યું.
આ ઉપરાંત 3 મહિનાની બાળકીનું ભવિષ્યમાં જવાબદારી માટે કોઇ પ્રશ્નો સર્જાય નહીં તે માટે સાસું અને પતિને સમજાવીને સંપીને 3 મહિનાની બાળકીનું ઘડતર કરે અને દેખરેખ રાખે તેવી સલાહ આપવામાં આવી. ઉપરાંત પીડિતા બેનને કાયદાકીય તેમજ PBSC એને મહીલા પોલિસ સ્ટેશનની માહિતી આપી અને જરૂર પડે તો ૧૮૧ ની મદદ લેવા જણાવીને સ્થળ પર જ સમાધાન કરવામાં આવ્યું હતું









