ARAVALLIGUJARATMODASA

Aravalli : પોલીસની જય રણછોડ,માખણ ચોરના નાદ સાથે મોડાસાથી શામળાજી સુધી સુરક્ષા પદયાત્રા,SP શૈફાલી બારવાલે પ્રસ્થાન કરાવ્યું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

અરવલ્લી : પોલીસની જય રણછોડ,માખણ ચોરના નાદ સાથે મોડાસાથી શામળાજી સુધી સુરક્ષા પદયાત્રા,SP શૈફાલી બારવાલે પ્રસ્થાન કરાવ્યું

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દ્વારા સતત બીજા વર્ષે મોડાસા થી શામળાજી સુધી પદયાત્રીઓની સુરક્ષા માટે નાઈટ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું ભાદરવી પૂનમના દર્શન કરવા માટે જીલ્લા માંથી મોટી સંખ્યામાં અનંત ચૌદસની રાત્રે શ્રદ્ધાળુઓ શામળાજી મંદિરમાં બિરાજતા કાળીયા ઠાકોરના દર્શનાર્થે પદયાત્રા કરી પહોંચે છે જીલ્લા પોલીસતંત્ર દ્વારા મોડાસા ચાર રસ્તા થી શામળાજી મંદિર સુધી પદયાત્રા યોજી હતી SP શૈફાલી બારવાલે સુરક્ષા યાત્રાનું પ્રસ્થાન કરાવી નાઈટ વોકમાં જોડાયા હતા

અરવલ્લી જીલ્લા તત્કાલીન SP સંજય ખરાતે પદયાત્રીઓની સુરક્ષા અને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સ્વાસ્થ્ય અને તણાવ મુક્ત રહે તે માટે મોડાસા થી શામળાજી પદયાત્રાનું આયોજન કર્યું હતું આ સુરક્ષા પદયાત્રાને SP શૈફાલી બારવાલે યથાવત રાખવાની સાથે નાઈટ વોકનું આયોજન કરી જીલ્લાવાસીઓને જોડાવવાનું આહવાન કર્યું હતું મોડાસા ચાર રસ્તા થી શામળાજી મંદિર સુધી ત્રીસ કિલોમીટર પદયાત્રામાં જીલ્લા એલસીબી,જીલ્લા એસઓજી, પેરોલ ફર્લો ટીમ, મોડાસા ટાઉન પોલીસ સહીત જીલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મીઓ જોડાયા હતા મોડાસા ચાર રસ્તાથી પ્રસ્થાન થયેલી સુરક્ષા યાત્રામાં જયરણછોડ,માખણ ચોરના નાદ ગુંજી ઉઠ્યા હતા

[wptube id="1252022"]
Back to top button