
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી ના એકમાત્ર સુવર્ણ સિહાસન મા બિરાજમાન મોડાસાના મનોકામના સિદ્ધિવિનાયક મંદિરે આજથી 23 મા ગણેશ ચતુર્થી મહોત્સવનો પ્રારંભ થયો

અરવલ્લી સાબરકાંઠા જિલ્લા મા એકમાત્ર સુવર્ણ સિંહાસનમાં બિરાજમાન મનોકામના સિદ્ધિવિનાયક મંદિર મોડાસા ખાતે આજથી દસ દિવસ સુધી ચાલનારા ભગવાન ગણપતિના દસ દિવસીય તહેવાર ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો હતો. મૂર્તિ ના દાતા યજમાન ભગવાનદાસ જે પુરોહિત( શ્રીનાથજી કેટર્સ)ના નિવાસ્થાનેથી ઢોલ નગારા અને ડીજેના તાલે સૌ ગણેશ ભક્તોએ દુંદાળા દેવ ગણપતિદાદાની મૂર્તિની શોભાયાત્રા કાઢી મોડાસા ના મેધરજ રોડ ચાર રસ્તા ડીપ વિસ્તાર મા થઈ સિદ્ધિવિનાયક મંદિરે આવી મૂર્તિ ની સ્થાપના કરવામા આવી હતી .મંદિર ના ટ્રસ્ટી અને ખજાનચી ઈન્દ્રવદન ભાઈ ઉપાધ્યાય જણાવ્યા અનુસાર દસ દિવસ સુધી ચાલનારા 23 મા મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમા ગણેશયાગ, 151 ગણેશ અથર્વશીર્ષ પાઠ , રાહત દરે ચશ્મા નુ વિતરણ, મંદાર દુર્વા શમિપત્ર વિશિષ્ઠ પૂજા અને વિવિધ ભજન મંડળો દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાશે .આ પ્રસંગે મંદિરના પ્રમુખ, મંત્રી સહિત ટ્રસ્ટીગણ અને સૌ ગણેશ ભક્તો હાજર રહી કાર્યક્રમનું સફળ સંચાલન કરશે. દસ દિવસ સુધી ભક્તો દાદાના દર્શન કરી શકે એ માટે મંદિર પ્રશાસન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામા આવી છે. દસ દિવસ સુધી દાદા ને વિશેષ શણગાર અને વિવિધ વ્યંજન પીરસવામા આવશે અને ભક્તો ને પ્રસાદ પીરસવામા આવશે.









