ARAVALLIBHILODAGUJARAT

અરવલ્લી : ઘરવખરી ભરેલા ટ્રકમાંથી અધધ 1116 બોટલ વિદેશી દારૂ બોક્સ પેકિંગમાંથી શામળાજી પોલીસે ઝડપ્યો,11.31 લાખનો મુદ્દામાલ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

અરવલ્લી : ઘરવખરી ભરેલા ટ્રકમાંથી અધધ 1116 બોટલ વિદેશી દારૂ બોક્સ પેકિંગમાંથી શામળાજી પોલીસે ઝડપ્યો,11.31 લાખનો મુદ્દામાલ

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસની ચબરાક નજરે ડાક પાર્સલ લખેલા ટ્રકમાંથી ઘરવખરીની આડમાં રાજ્યમાં ઠલવાતા 4.27 લાખથી વધુના વિદેશી દારૂ સાથે હરિયાણાના બે ખેપિયાને ઝડપી લીધા હતા

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લેતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે બુટલેગરો વિદેશી દારૂ ઠાલવવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે શામળાજી પોલીસે રાજસ્થાન માંથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતા ડાક પાર્સલ લખેલ ટ્રક કન્ટેનરને અટકાવી તલાસી લેતા ટ્રક કન્ટેનરમાં ઘરવખરીના માલસામાનની પાછળ સંતાડેલ બોક્ષ મળી આવતા પોલીસે જુદા-જુદા પેકીંગ બોક્ષ ખોલતા અંદરથી 93 વિદેશી દારૂની પેટીમાંથી બોટલ નંગ-1116 કીં.રૂ.427800/- નો જ્થ્થો જપ્ત કરી ટ્રક ચાલક મોનુ ધરમવીર ખાતી અને અંન સરજીતસિંહ શર્મા (બંને, રહે. રાજલીરોડ બાડો પટ્ટી-અવલ,તા.બરવાલા હરીયાણા) ને દબોચી લઇ વિદેશી દારૂ,મોબાઈલ અને ટ્રક માલી કુલ રૂ.11.31 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી હરિયાણા બાડો પટ્ટી-અવલ ના બુટલેગર નરેશ ધરમવીર ખાતી અને દારૂ ભરી આપનાર તેના માણસ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

[wptube id="1252022"]
Back to top button