
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ
અરવલ્લી : ઇસરી પોલીસે છીટાદરા પુલ નીચે પિન્ટુ બુટલેગરને 25 હજાર ના વિદેશી દારૂ સાથે ઝડપી લીધો,નવરાત્રીમાં વેચાણ કરવાનો પ્લાન હતો

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નવરાત્રી પર્વમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે નવરાત્રી પર્વમાં દેશી-વિદેશી દારૂના વેપલા અને હેરાફેરી ને અટકાવવા બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી કરી રહી છે ઇસરી પોલીસે છીટાદરા ગામના પુલ નીચે વિદેશી દારૂ સાથે ઉભેલા ગેડ ગામના કલ્પેશ ઉર્ફે પિન્ટુ પુજારા નામના બુટલેગરને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
ઇસરી પીએસઆઈ કે.આર.દરજી અને તેમની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા છીટાદરા ગામના પુલ નીચે બુટલેગર વિદેશી દારૂના જથ્થાને સગેવગે કરવાની પેરવી કરી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ છીટાદરા પુલ નીચે પહોંચતા કલ્પેશ ઉર્ફે પિન્ટુ અર્જુન પુજારા (રહે,ઠાકોર ફળિયું,ગેડ-મેઘરજ) નામનો બુટલેગર ઝાડી- ઝાંખરામાં દોટ લગાવતા પોલીસે પીછો કરી ઝડપી લીધો હતો પુલ નીચેથી વિદેશી દારૂ-બિયર પેટી નંગ-10 કીં.રૂ.25320/-ના જથ્થા સહીત રૂ.25820/-નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી









