
અમદાવાદ રીવરફ્રન્ટ ઉપર આવેલ શહીદ સૈયદ મોહમ્મદ ભીકન શાહયા બુખારી ના ઉર્ષની ઉજવણી કરાઈ 


ખાનવાદે શાહયા બુખારી સાદત દ્વારા કાર્યક્રમ યોજાયો
વિજાપુર તા
ગુજરાત ના ખ્વાજા હઝરત સૈયદ શાહેઆલમ બુખારી રહેમતુલ્લાહ અલયહે ના સૌથી પ્રિય પુત્ર હઝરત સૈયદ મોહમ્મદ શાહ ભીખન બુખારી રહેમતુલ્લાહ અલયહે ના ઉર્ષ ની મુસ્લીમ ચાંદ 14 અને 15 ના રોજ સંદલ શરીફ તેમજ ફૂલપોશી નો કાર્યક્રમ દરગાહ શરીફ શાહઆલમ ના સજ્જાદાનશીન ગાદીનશીન હઝરત સૈયદ અબ્દે મુનાફ શાહયા બુખારી તેમજ શેહજાદા સૈયદ કાઝીમ બાવા બુખારી ના નિગરાની માં ઉર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખાનવાદે શાહયા બુખારી વંશજો સૈયદ યાકુબ આલમ બુખારી તેમજ સૈયદ મહેબુબ બુખારી તેમજ સૈયદ મુજાહિદ બુખારી તેમજ સૈયદ મુસ્તકીમ બુખારી તેમજ સૈયદ મુશીર બુખારી તેમજ સૈયદ આમિર હુસેન બુખારી તેમજ સૈયદ મુસ્તુફા બુખારી તેમજ સૈયદ મોહમ્મદ વસીમ રાજુ બુખારી તેમજ સૈયદ હાસીમ બુખારી તેમજ ફારૂક બુખારી સહિતે ના અને દરગાહ શરીફ ખાતે ચાદર પોશી ફૂલપોશી સંદલ પોશી કરવામાં આવી હતી અને ઉપસ્થિત શ્રધ્ધાળુ ઓને (ન્યાજ તકશીમ ) પ્રસાદી નુ વિતરણ કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે દરગાહ સંચાલક ગાદીનશીન સૈયદ યાકુબ આલમ બુખારી એ જણાવ્યું હતુકે સૈયદ શાહ ભીખન બુખારી રહેમતુલ્લાહ અલયહે સરકાર શાહેઆલમ ના સૌથી અજીજ પ્રિય પુત્ર હતા તેઓ ૧૨વર્ષની ઉંમરે શહીદ થયા હતા રીવર ફ્રન્ટ ઉપર આવેલ મજારે પાક ખાતે તેમના ઉર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અને દેશની સલામતી એકતા ભાઈચારાની આફત બલાઓ દૂર થાય અને દેશના લોકો તંદુરસ્ત જીવન ગુજારે તે માટે દુવા ઓ કરવામાં આવી હતી





