ધાંગધ્રા કલ્પના ચોકડી પાસેથી ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને દબોચી લીધો.

તા.22/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ગિરીશ પંડ્યાના માર્ગદર્શક હેઠળ ધાંગધ્રા ડીવાયએસપી જે ડી પુરોહિતની સૂચનાથી અને માર્ગદર્શનથી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ એન એચ ચુડાસમા તથા પો.હે.કો. વી જી પરમાર, વિક્રમભાઈ રબારી સાહેબ ટીમ દ્વારા પેટ્રોલિંગ સમયે પીએસઆઇ એન એચ ચુડાસમા ને મળેલ બાતમીના આધારે ધાંગધ્રા તાલુકા પોલીસ મથક સહિત બજાણા પોલીસ સ્ટેશન લખતર પોલીસ સ્ટેશન ચાંગોદર પોલીસ સ્ટેશન સાણંદ પોલીસ સ્ટેશન ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓ તથા ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો ફરતો આરોપી રોમિઝખાન મહમદખાન ઉર્ફે રાજભાને ધાંગધ્રા શહેરની કલ્પના ચોકડી પાસેથી ઝડપી લીધો હતો આરોપીની ધોરણસર અટક કરી ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકે 15 જેટલા ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું હાલ તો પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.





