
વાત્સલ્યમ્ સમાચર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી તા- ૦૨ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આહવાન થી તારીખ 27/1/2024 ના રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંડવી તાલુકા દ્વારા શ્રી અંબે ધામ ખાતે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના થી કરવામાં આવી હતી ત્યારબાદ મુખ્ય વકતા ઈશ્વર ભાઈને તાલુકાના અઘ્યક્ષ શ્રી નીલેશભાઈ એ પુસ્તક ભેટ આપી સન્માન કરવામાં આવ્યું.વક્તા દ્વારા સ્વામી વિવેકાનંદ અને સુભાષ ચંદ્ર બોઝના જીવન દ્રષ્ટાંતો દ્વારા શિક્ષકોને શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવવા આહવાન કર્યું હતું. માત્ર હક નહિ પણ ફરજ ને પ્રાધાન્ય આપી રચનાત્મક કાર્યો કરતા શિક્ષક સંગઠન ની ગતિવિધિ ની માહિતી આપી હતી.. આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંડવી તાલુકા અધ્યક્ષ નિલેશભાઈ અબોટી, ઉપાધ્યક્ષ નવીનભાઈ ખાખલા, જિલ્લા પ્રતિનિધિ ભરતભાઈ,મહિલા ઉપાધ્યક્ષ સંગીતાબેન, મહિલા કન્વિનર દક્ષાબેન તથા વિરલ ભાઈ સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.આભાર વિધિ મહામંત્રી હિરેન ભાઈ વાસાણી એ કરી હતી.