GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર રણાસણ ગામના ઘોકલીયા વીર હનુમાનજી મંદિર રોડ ઉપર એકટીવા સ્લીપ ખાઈ જતા મહિલાને ઇજા

કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલે ઘાયલ મહિલાને પોતાની ગાડીમાં સારવાર માટે હોસ્પિટલ ખાતે મોકલી આપી

વિજાપુર રણાસણ ગામના ઘોકલીયા વીર હનુમાનજી મંદિર રોડ ઉપર એકટીવા સ્લીપ ખાઈ જતા મહિલાને ઇજા
કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલે ઘાયલ મહિલાને પોતાની ગાડીમાં સારવાર માટે હોસ્પિટલ ખાતે મોકલી આપી
વાત્સલ્યમ સમાચાર
મુજક્કીર બુખારી વિજાપુર
વિજાપુર રણાસણ ગામના ઘોકલીયા વીર હનુમાનજી મંદિર પાસે પસાર થતા ગાંધીનગર રોડ ઉપર એકટીવા સ્લીપ ખાઈ જતા ઇજાગ્રસ્ત મહિલાને પ્રચાર માટે નીકળેલ વિધાનસભા 26 ની બેઠકના કોંગ્રેસ ઉમેદવાર દિનેશભાઈ પટેલે પ્રચાર રોકીને ઇજાગ્રસ્ત મહિલાને પોતાની ગાડી બેસાડી સારવાર માટે હોસ્પિટલમાં પોહચાડવાની તજવીજ હાથ ધરી હતી.કોંગ્રેસના ઉમેદવાર ની માનવતાવાદી અભિગમ ને લઈને મુદ્દો લોકોમાં ચર્ચા નો મુદ્દો ઉમદો બન્યો હતો. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ રણાસણ ગામે ગાંધીનગર જવાના માર્ગ પાસે એકટીવા પર નીકળેલ મહિલા નો એકટીવા સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલા રોડ ઉપર ફસકાઈ પડતા માથાના શરીરના ભાગે ઈજાઓ પોહચી હતી. કોંગ્રેસના પ્રચારે નીકળેલ ઉમેદવાર દિનેશભાઈ પટેલે કંઈપણ પરવા કર્યા વગર ઇજાગ્રસ્ત ને સારવાર માટે હોસ્પિટલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી જોકે અકસ્માત ને લઈને લોકો ના ટોળા વળ્યાં હતા. દિનેશભાઈ પટેલ નો માનવતા વાદી અભિગમ ને લઈ લોકોમાં કાર્ય ને ખૂબ વખાણ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button