
૨૦-ડિસેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ
અદાણી મુંદ્રા પોર્ટે 24 કલાકમાં 43 જહાજો હેન્ડલ કરી પોતાનો જ રેકોર્ડ તોડ્યો.
261 દિવસની સમયમર્યાદામાં 3000 જહાજોનું સફળ સંચાલન.
મુન્દ્રા કચ્છ :- અદાણી ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી મુંદ્રા પોર્ટની ઉત્કૃષ્ટ કામગીરીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ભારતના સૌથી મોટા સંકલિત પરિવહન યુટિલિટી અને વૈવિધ્યસભર અદાણી જૂથનો એક ભાગ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) મુન્દ્રાએ 24 કલાકમાં 43 જહાજોની અવરજવરને સફળતાપૂર્વક હેન્ડલ કરીને ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. આ ઉત્કૃષ્ટ કામગીરીથી કંપનીએ અગાઉ માર્ચ’23માં પોતાના હાંસલ કરેલા 40 જહાજની અવરજવરના રેકોર્ડને તોડ્યો છે.અદાણી પોર્ટ્સના મુખ્ય બંદર મુન્દ્રાએ 17-18 ડિસેમ્બર 2023 દરમિયાન 24 કલાકના સમયગાળામાં હેન્ડલ કરેલા સૌથી વધુ 43 જહાજોની કામગીરી એ ટીમની અસાધારણ ક્ષમતાઓનું પ્રમાણપત્ર છે. મુંદ્રા પોર્ટની ટીમ દરિયાઈ પરિવહનને પહોંચી વળવા અને તમામ અવરજવરને સુરક્ષિત અને કાર્યક્ષમ રીતે પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે.મુન્દ્રા પોર્ટે 261 દિવસની પ્રભાવશાળી સમયમર્યાદામાં 3000 જહાજોનું સંચાલન સફળતાપૂર્વક પૂર્ણ કરીને વધુ એક પ્રસંશનીય સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સિદ્ધિ 288 દિવસમાં 3000 જહાજોને સંચાલન કરવાના અગાઉના રેકોર્ડ વટાવે છે, જે ઓપરેશનલ શ્રેષ્ઠતા અને કાર્યક્ષમતા માટે મુન્દ્રા પોર્ટની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવે છે.આ સીમાચિહ્નો મેરીટાઇમ ઉદ્યોગમાં નવા માપદંડો સ્થાપિત કરવા માટે મુન્દ્રા પોર્ટની અડગ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. જહાજના સંચાલન અને તેની પરિપૂર્ણતામાં સતત વધારો એ પોર્ટની ટીમનું સમર્પણ અને કાર્યકુશળતા જ નહીં, પરંતુ દરિયાઈ કામગીરીમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવા માટેના મુન્દ્રા પોર્ટના અતૂટ પ્રયાસોને પણ દર્શાવે છે.એક જ દિવસમાં અભૂતપૂર્વ 43 જહાજોને અસરકારક રીતે હેન્ડલ કરીને અદાણી પોર્ટ્સ મુન્દ્રાએ રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. આ નોંધપાત્ર સિદ્ધિ માત્ર મુન્દ્રા પોર્ટની અસાધારણ ક્ષમતાઓને જ નહીં, પણ જહાજ ટ્રાફિકના મોટા જથ્થાને સંચાલિત કરવામાં અગ્રેસર તરીકેની તેની ભૂમિકાને મજબૂત બનાવે છે. આ સિદ્ધિ બંદરની ઓપરેશનલ કાર્યક્ષમતાઓ અને રાષ્ટ્રીય સ્તરે ભારતના મેરીટાઇમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ વધારવામાં મુંદ્રાને મુખ્ય બંદર તરીકે સ્થાપિત કરે છે.રાષ્ટ્રનિર્માણની યાત્રામાં વેપાર અને વાણિજ્યની સુવિધા આપતા મહત્વના હબ તરીકે મુન્દ્રા પોર્ટ દેશના અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જહાજ ટ્રાફિકના મોટા જથ્થાને હેન્ડલ કરવાની અને અસરકારક ઝડપથી પૂર્ણ કરવાની તેની ક્ષમતા વૈશ્વિક વેપારમાં અગ્રણી તરીકે ભારતની સ્થિતિને આગળ વધારવામાં તેનું મહત્વ દર્શાવે છે.શ્રેષ્ઠતાની તરફ મુન્દ્રા પોર્ટની અવિરત યાત્રા દેશના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે, જે દરિયાઈ કામગીરીના ક્ષેત્રમાં કાર્યક્ષમતા અને પ્રગતિની દીવાદાંડી સમાન છે. દેશના એકંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક લેન્ડસ્કેપમાં તેની મુખ્ય ભૂમિકા અજોડ છે.વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: www.adaniports.com.










