
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સાપુતારા પોલીસની ટીમે શિરડી બરોડા એસ.ટી.બસમાં લઈ જવાતો દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી કુલ 38 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયાનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા ચેકપોસ્ટ પર દારૂ બદી તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.કે.જે.નિરંજનની પોલીસ ટીમમાં ટાઉન બીટ હે.કો સંજયભાઈ ભોયે તથા અશોકભાઈ ભાવસાર તેમજ વિજયભાઈનાઓએ જી.આર.ડી તેમજ હોમગાર્ડ જવાનોને સાથે રાખી વાહન ચેકિંગ હાથ ધર્યુ હતુ. તે વેળાએ ગુજરાત એસટી નિગમની શિરડી બરોડા એસ.ટી. બસમાં અમુક ઈસમો ગેરકાયદેસર દારૂનો જથ્થો લઈ આવતા હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી.જે બાતમીનાં આધારે સાપુતારા પોલીસની ટીમે શિરડી તરફથી સાપુતારા ચેકપોસ્ટ પર આવેલ શિરડી બરોડા એસટી બસની તથા મુસાફરોનાં સામાનની સઘન ચેકિંગ હાથ ધર્યુ હતુ.ત્યારે એસટી બસમાં રાજુ ઉર્ફે સાજન બીપીનચંદ્ર કાયસ્થ અને સંદિપ ઉર્ફે સંકેત સુરેશ મૈસુરીયા (બંને રહે.ગામ.ભરૂચ તા.જી.ભરૂચ )નામના બંને મુસાફરો પાસેથી થેલાઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ કુલ દારૂના જથ્થો જેની કિંમત રૂપિયા 25,200/- તથા મોબાઈલ નંગ -03 જેની કિંમત રૂપિયા 13,500/- એમ મળી કુલ કિંમત રૂપિયા 38,700/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તેમજ દારૂનો જથ્થો આપનાર નાસિકનાં ગોવિંદ વાઈન શોપનાં ઈસમ નામે પ્રથમ ચૌધરીને સાપુતારા પોલીસની ટીમે વોન્ટેડ જાહેર કર્યો હતો.હાલમાં સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.કે.જે.નિરંજને ગેરકાયદેસર દારૂનું વહન કરનાર બન્ને ઈસમોની ધરપકડ તેઓ સામે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..