DAHOD

દાહોદ નગર ખાતે “G-20 અવેરનેસ પ્રોગ્રામ” યોજાયો

તા.04.03.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ નગર ખાતે “G-20 અવેરનેસ પ્રોગ્રામ” યોજાયો

આર. એલ. પંડયા હાઈસ્કૂલ, દાહોદ  ખાતે સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રો. એ .આર. દરજી – જી ૨૦ નોડલ ઓફિસર દાહોદ જીલ્લા દ્વારા જી “20 અવેરનેસ પ્રોગ્રામ “તજ્જ્ઞ વ્યાખ્યાન આપવામાં આવ્યુ હતું કાર્યક્રમની શરૂઆત સંસ્થા ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઇનોવેશન કાઉન્સિલ ના પ્રેસિડેન્ટ તથા સહ પ્રાધ્યાપક એવા ડો. ડી. બી. જાની દ્વારા કરવામાં આવી હતી અને તેમના દ્વારા વિવિધ ઇજનેરી અભ્યાસક્રમો વિષે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ આ કાર્યક્રમમાં સંસ્થાના  એસ.એસ.આઈ. પી. કોર્ડીનેટર ડો. એમ. કે. ચુડાસમા દ્વારા એસ.એસ. આઈ. પી. વિષયક માહિતી આપવામાં  આવી. હતી. કાર્યક્રમના અંતે સહાયક પ્રાધ્યાપક પ્રો.  એ. એન. નવલે દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને અધ્યાપક ગણ તથા સંસ્થાના આચાર્યશ્રીનો આભાર માનવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ૧૨૦  જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો

 

[wptube id="1252022"]
Back to top button